Ahmedabad : અમદાવાદમાં પશ્ચિમ સહિત મધ્ય અમદાવાદમાં જુદા જુદા વિસ્તારોમાં કોલ સેન્ટર સંચાલકો ફરી એકવાર મેદાને ઉતર્યા છે. આપણે વાત કરી હતી કે દુબઈથી ગોવા અને ગોવા થી ચંડીગઢ થઈ ગુજરાતમાં કાઠીયાવાડ સહિત અમદાવાદ સુધી નેટવર્ક ધરાવતો અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં” જુહાપુરા ના કોલ સેન્ટર આલમ નો બાદશાહ “જે હાલ તમામ જગ્યાએ પોતાનું નેટવર્ક ચલાવી રહ્યો છે.તે ઉપરાંત ખેડા, અમદાવાદમાં જુહાપુરા સરખેજ વિસ્તારમાં ઘણી પ્રોપર્ટીઓ તેણે ખરીદી છે. તે ઉપરાંત સાથે સાથે એક લક્ઝરી જીમ પણ ધરાવે છે. તે ઉપરાંત તે કોકીન ખાવાનો શોખીન છે.
આના અંદર આ કોલ સેન્ટર આલમ ના બાદશાહ નો મુખ્ય ગુરુ “જોષી “ છે. જે જુદા જુદા રાજ્યોમાં સૌથી મોટા કોલ સેન્ટરો નું સંચાલન કરે છે.
કોલ સેન્ટર આલમના બાદશાહની સિરીઝ ચાલુ કર્યા બાદ અમે જુદા જુદા વિસ્તારોની પણ માહિતી બહાર પાડી હતી. આજે અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં પણ હરિયાણા ક્રાઈમબ્રાન્ચ દ્વારા ઓનલાઇન ફ્રોડ કોલ સેન્ટર માં બે લોકોની ધરપકડ પણ કરી છે.
હવે વાત કરીએ કે અમદાવાદ શહેરમાં આવેલા મોટાભાગના કોલ સેન્ટર સંચાલકોને જે વ્યકિત લીડ એટલે કે મોબાઈલ નંબર નો ડેટા જે આપી રહ્યો છે તે વ્યક્તિ અમદાવાદના શાહપુર વિસ્તારનો છે.જેના પરિવારમાં એક વ્યક્તિની અગાઉ હત્યા પણ થઈ ગઈ હતી.
હવે આવનાર એહવાલમાં પશ્વિમ વિસ્તારનો કોલ સેન્ટર ના આલમ ના બાદશાહ,તે ઉપરાંત તેનો ગુરુ જોષી ની માહીતી પહોંચાડીશું કે કેવી રીતે આખી સિન્ડિકેટ ક્રાઈમ કરી રહ્યા છે.
તે ઉપરાંત અમદાવાદ શાહપુર વિસ્તારનો કોલ સેન્ટર સંચાલકોને ડેટા આપનાર શાહપુર અમદાવાદનો મુખ્ય વ્યક્તિ અને ઢાલગરવાડનો કોલ સેન્ટર મનસુરી બાદશાહ ની કૉલ સેન્ટર વિગત બહાર આવશે.