Ahmedabad : અમદાવાદ શહેરમાં મુસ્લિમ સમાજમાં રમજાન માસ હાલ ચાલી રહ્યો છે.તે દરમિયાન ઉપવાસ રાખનાર ભાઈ બહેનો શરબતનું પ્રમાણ ઉપવાસ દરમિયાન લેતા હોય છે.જેમાં મોટા ભાગની તમામ મુસ્લિમ વિસ્તારની દુકાનો પર તાજ શરબતના બાટલા મળતા હોય છે.
અમદાવાદમાં ગ્રાહક દ્વારા દુકાન પરથી તાજ શરબતના બાટલા ખરીદવામાં આવ્યા હતા.તે શરબતના બાટલા પર ૨૦૨૪ નું ફેબ્રુઆરી મહિનાનું પેકિંગ હતું.તેની એક્સપાયર ડેટ ડિસેમ્બર મહિના સુધીની છે. ગ્રાહક દ્વારા ફોન કરવામાં આવ્યું કે તમારા બાટલામાં દુકાનથી ખરીદીને લાવ્યાના બે દિવસમાં શરબતના બાટલામાં ગેસ ભરેલ જોવા મળી રહ્યો છે. બાટલા ફૂલીને પથ્થર જેવા થઈ ગયા છે. તાજ શરબત કંપનીના માલિક જવાબ આપ્યો કે શાકભાજી ખરાબ થઈ જતી હોય, મટન ખરાબ થઈ જતું હોય તો બાટલા કેમ ન થાય. ગ્રાહક જણાવ્યું કે પછી 1 મહિનાની એક્સપાયરી ડેટ લખો ના કે 1 વર્ષની. જવાબ મળ્યું કે જે થતું હોય કરી લેવું.સવાલ ત્યાં ઊભો થઈ રહ્યો છે જો 1 મહિનામાં શરબતના બાટલા કડક પથ્થર જેવા થઈ જતાં હોય તેના અંદર એવું શું વપરાતું હશે તે પણ એક સવાલ છે ?
Article is good, I am having the same issue with its sharbat bottle