Ahmedabad :અમદાવાદમાં જમાલપુર કાચ ની મસ્જિદ લેબર ક્વોટરસ વિસ્તારમાં હરિયાણા પોલીસે લોકેશન ટ્રેસ કરીને દરોડા પાડ્યા હતા. જેમાં બ્લેક ફિલ્મ ગાડીઓમાં આવેલી હરિયાણા ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઓનલાઇન ફ્રોડ કોલ સેન્ટર પકડ્યું હોવાનુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.જેમાં જમાલપુર કાચ ની મસ્જિદ AMC કવોટર્સ પાસેથી બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.તેવું સૂત્રો જણાવી રહ્યા છે.આરીફ નામના વ્યક્તિ સહિત ની ધરપકડ કરી હરિયાણા પોલીસ રવાના થઈ છે.