Ahmedabad: investigative journalist
શહેરમાં ફરી એક વાર કૉલ સેન્ટર માફિયા એક્ટિવ થયા છે.જેઓ હવે વિદેશી નાગરિકોને લોન ની લાલચ આપી કે પછી સાયબર ગુના ધમકીઓ આપી આચરી રહ્યા છે.તે ઉપરાંત સાથે સાથે USDT માં પૈસા લઈ રહ્યા છે.
જેમાં દુબઈ થી ગોવા અને ગોવાથી કાઠીયાવાડ અને કાઠીયાવાડથી અમદાવાદ પશ્વિમ સુધી લિંક ચલાવતો કોલ સેન્ટર આલમ નો બાદશાહ એક્ટિવ થયો છે
હાલ અમદાવાદ શહેરમાં પશ્વિમ વિસ્તારમાં ઝોન 7 ની હદમાં કૉલ સેન્ટરના આલમનો બાદશાહ એક્ટિવ થયો છે.જે એક પશ્વિમ વિસ્તારમાં આવેલા જુદા જુદા ખાનગી બંગલાઓ ઉપરાંત કેટલાક બિઝનેસ કોમ્પલેક્ષમાં આવેલી ઓફિસમાં મોટી seating ધરાવતાં સેન્ટર ચાલુ કર્યા છે.
આ કોલ સેન્ટર સંચાલક હાલ ગોવા અને ચંડીગઢમાં પણ મોટું નેટવર્ક ધરાવે છે.વર્ષો પછી ફરી એકવાર છેલ્લાં કેટલાક મહિનાઓથી અમદાવાદ શહેરમાં પશ્વિમ અમદાવાદમાં તેણે ફરી એકવાર નેટવર્ક ચાલુ કર્યું છે.જેની પહોંચ દુબઈમાં રહેતા અમદાવાદના એક નામચીન બિઝનેસમેન અને કાઠીયાવાડના નામચીન બે લોકો સાથે પણ ભારે કનેક્શન ધરાવે છે.
તે ઉપરાંત અમદાવાદ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં પણ હાલ કૉલ સેન્ટર માફિયા એક્ટિવ થયા છે.જે તમામની માહિતી આવતા એહવાલમાં પ્રકાશિત થશે.
જો અમદાવાદ પોલીસ કમિશનર ની ટીમ PCB અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જો ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સ તપાસ કરે તો ઘણું મોટું બહાર આવી શકે છે.