Ahmedabad : ભાગ 2 શહેરમાં ફરી એક વાર કૉલ સેન્ટર માફિયા એક્ટિવ થયા છે.જેઓ હવે વિદેશી નાગરિકોને લોન ની લાલચ આપી કે પછી સાયબર ગુના ધમકીઓ આપી આચરી રહ્યા છે.તે ઉપરાંત સાથે સાથે USDT માં પૈસા લઈ રહ્યા છે.જેમાં દુબઈ થી ગોવા, પૂના, ચંદીગઢ અને ગોવાથી કાઠીયાવાડ અને કાઠીયાવાડથી અમદાવાદ પશ્વિમ સુધી લિંક ચલાવતો કોલ સેન્ટર આલમ નો બાદશાહ એક્ટિવ થયો છે.જે કોકેઇન નો વ્યસન કરે છે. તેને કોકેઇન વિના ચાલતું પણ નથી.તેનો એક ગોડફાધર જાદુગર પણ છે.
આ કોલ સેન્ટર આલમ બાદશાહ અમદાવાદ શહેરમાં zone 7 વિસ્તારમાં કોલ સેન્ટર આલમ બાદશાહ બની પોતાનું સામ્રાજ્ય ચલાવી રહ્યો છે જેમાં અમદાવાદ શહેર બહારથી સિટિંગ પર બેસનારા યુવકોને બોલાવ્યા છે.
તેના સંપર્ક વાત કરીએ તો દુબઈ માં બેસેલા એક નામચીન ખાન ગુજરાતના કાઠીયાવાડના રાજકોટ ના બે નામચીન માથાઓ સાથે વધુ ઉઠક બેઠક ધરાવે છે.
હાલ ઝોન 7 વિસ્તારમાં નામચીન સોસાયટીમાં અને બંગલાઓમાં, કોમર્શિયલ સેન્ટરમાં તેની કોલ સેન્ટરની સીટિંગ બેસે છે.
આવતા એહવાલમાં આપણે તેની આખી સિસ્ટમ, સંપર્ક અને તેના ગોડફાધર જાદુગર વિશે એહવાલ પાડીશું.તેની સંપત્તિ નું સામ્રાજ્ય વિશે એહવાલમાં જણાવીશું.