અમદાવાદમાં વિકાસ માટે રૂ. 223.50 કરોડના સુધારા સાથે બજેટ રજૂ કર્યું છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો દ્વારા રૂ.12,262 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં AIMIM પક્ષ દ્વારા પોતાના સુધારા સાથેનું બજેટ આજે મૂકવામાં આવ્યું હતું. જમાલપુર વોર્ડના AIMIMના કોર્પોરેટર રફીક શેખ દ્વારા રૂપિયા 223.50 કરોડના સુધારા સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.
AIMIM પક્ષ દ્વારા મૂકવામાં આવેલા રૂ. 223.50 કરોડ ના સુધારામાં નવા ફાયરના અતિ આધુનિક સાધનોની ખરીદવા, જુના એલિસબ્રિજનું નવીનીકરણ કરવું, એમ્બ્યુલન્સ સેવાને 108ની જેમ મફત કરવી, પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં એનિમલ હોસ્ટેલ બનાવી, સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ કરી નવા બજારો ઊભા કરવા, કોટ વિસ્તારમાં મીની બસો ચાલુ કરવી, વોટર લોગીગ વાળા વિસ્તારમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન નાખવી, તળાવના વિકાસ માટે લેક ઓથોરિટીની રચના કરવી, નવી શબવાહિની લાવવી, મધ્ય-પૂર્વ અને દક્ષિણ ઝોનમાં શાળાઓ બનાવી, નવા સમાવિષ્ટ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ ઉભી કરવી તેમજ મ્યુનિસિપલ કાઉન્સિલરોના વિકાસના કામ માટે વધારે બજેટ ફાળવવું જેવી જોગવાઈ કરી છે.
જમાલપુર રાયખડ વોર્ડના કાઉન્સિલર મોહમ્મદ રફીક શેખે હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો દ્વારા તેમના 18 વર્ષના શાસનમાં બજેટ રજૂ કરવામાં આવ્યા છે. અનેક મોટા પ્રોજેક્ટ મૂકવામાં આવ્યા હતા પરંતુ તેઓ દ્વારા અનેક કરાયા નથ. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના વિકાસમાં ભેદભાવ કરવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં રજૂ કરવામાં આવેલા બજેટમાં લાંભા બળીયાદેવ મંદિર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, કાલુપુર રેલવે સ્ટેશન સાથેનો ફુટ ઓવરબ્રિજ, ભદ્રથી ત્રણ દરવાજા વિસ્તાર ડેવલોપમેન્ટ, સારંગપુર અને કાલુપુર બ્રિજ પહોળા કરવા, હેરિટેજ મકાનોનો ડેવલપમેન્ટ, પ્રેમાભાઈ હોલ કાર્યરત કરવો જેવા કામો પૂર્ણ કર્યા નથી.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે AMTS અને BRTS 200 ખાનગી ઓપરેટરો દ્વારા ચલાવવામાં આવે છે જે પ્રથા બંધ કરવામાં આવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ તેનું સંચાલન કરવામાં આવે જેથી વર્ષોથી જે સેવા દેવામાં ચાલી રહી છે તે દેવું દૂર કરી શકાય. શહેરના વિવિધ વિસ્તારોમાંથી નકલી ઘી, નકલી ચીઝ, બટર, પનીરનું વેચાણ કરતાં વેપારીઓ પકડાય છે પરંતુ તહેવારો દરમિયાન જ શહેરના હેલ્થ એન્ડ ફૂડ વિભાગના અધિકારીઓ જાગતા હોય છે અને કામગીરી બતાવતા હોય છે. રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર જોડે બરાબર કરી ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટમાં સજાની જોગવાઈ અને કેદમાં, દંડમાં વધારો કરી દાખલો બેસાડવો જોઈએ.