Ahmedabad: journalist Auzef Aabeda pathan ટૂંક સમયમાં ભગવાન જગન્નાથજી ની રથયાત્રા આવવાની છે.જેને લઇને તૈયારીઓ અમદાવાદ શહેરમાં ચાલુ છે. તે દરમિયાન હિન્દુ મુસ્લિમ એકતા એક ઉદાહરણ રૂપ છે.જેને લઇને અમદાવાદ પોલીસ દ્વારા એકતા ટુર્નામેન્ટ, શાંતિ સમિતિ કાર્યકમો, બ્લડ ડોનેશન કેમ્પ વગેરે યોજવામાં આવ્યું હતું.ત્યારબાદ આજ રોજ જમાલપુર દરવાજા ખાતે નુક્કડ નાટક કાર્યકમ રાખવામાં આવ્યું હતું.જેમાં તમામ ધર્મના લોકો આવ્યા હતા.તે ઉપરાંત ભગવાન જગન્નાથ મંદિર મહારાજ દિલીપ દાસજી, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય ભૂષણભાઈ ભટ, મુસ્લિમ સમાજના આગેવાન મમ્મી ચાચા, ચર્ચ ના પાદરી સાહેબ હાજર હતાં.
તે ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી GS Malik સાહેબ,JCP નીરજકુમાર બડગુજર સાહેબ,Zone 3 DCP વિશાખા ડબરાલ મેડમ,ACP ચોધરી સાહેબ,ZONE 2 ACP વાની દુધાત મેડમ, ટ્રાફીક DCP સફિન હસન સાહેબ,ગાયકવાડ હવેલી PI સાહેબ સહીત સ્ટાફ હાજર રહ્યું હતું. હિન્દુ મુસ્લિમ એકતા મિશાલ નું નાટ્ય રૂપ સુંદર કાર્યકમ યોજાયું હતું.