Ahmedabad: અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિક ચાર્જ સંભાળ્યા બાદ અમદાવાદ તમામ પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં બુટલેગરો,જુગારધામ સંચાલકો અને ગુનેગારો સામે લાલ આંખ કરી છે. અમદાવાદ પોલીસ કમિશનરની સ્પેશિયલ ગણાતી પીસીબી બ્રાન્ચના psi ડાભી અને તેમની ટીમે ઓઢવ વિસ્તારમાંથી વીદેશી દારૂ બિયરની ૨૦૦ પેટી ભરેલી આઈસર સાથે હરિયાણાના એક વ્યક્તિની ધરપકડ કરી છે. આટલી મોટી માત્રામાં આ વિદેશી દારૂ અમદાવાદના સરદાર નગર છારાનગરના સાવન નામના બુટલેગરે મંગાવ્યા હોવાનું જાણવા મળ્યુ છે.