Ahmedabad : અમદાવાદમાં જમાલપુર ની ભાગેડુ મહિલા સંચાલિત ખંડણીખોર ઝમીલા મેનપુર ગેંગની ભરૂચ ખાતેથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ઉચ્ચ પહોંચ હોવાના અને નેતાઓમાં પહોંચ હોવાના દાવા કરતી આ ગેંગ જે અમદાવાદ છોડીને એક મહિનાથી ભાગી ગઈ હતી. અમારી ચેનલ દ્વારા 20 થી વધુ પરિવારોના નામ બહાર પાડવામાં આવ્યા હતા જેમાંથી બે વ્યક્તિઓએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરાવી છે. તે ઉપરાંત વાત કરીએ તો સેશન કોર્ટ દ્વારા પણ આ ગેંગના આગોતરા જામીન રદ કરવામાં આવ્યા છે. હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમને જેલ હવાલે કર્યા છે. આજ અમારી ટીમ દ્વારા પણ તે વિસ્તારની મુલાકાત કરવામાં આવી હતી પરંતુ લોકોમાં ખુશી તો હતી પરંતુ લોકોની એવી પણ દુઆ કરી રહ્યા હતા કે તે બહાર ના આવી જોઈએ.