18-3 માર્ચના રોજ અમદાવાદમાં ચાંદખેડા ખાતે મહિલા પત્રકાર સહિત પત્રકારો પર હુમલો કરાવનાર મુખ્ય વ્યક્તિ ઇકબાલ સહિત ના લોકોની ઇન્ડિયન navy અને custom ના સંયુક્ત ઓપરેશનમાં ધરપકડ થઈ છે.
પુણે કસ્ટમ્સે ભારતીય કોસ્ટ ગાર્ડ સાથે મળીને ગુજરાતમાં સપ્લાય માટે દરિયાકાંઠાના કાર્ગોની આડમાં 3500 પશુધન (બકરા અને ઘેટાં)ની ગેરકાયદેસર રીતે રત્નાગીરી કિનારે નિકાસ કરવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આ પશુધન મહારાષ્ટ્રના વિજયદુર્ગ બંદરેથી દુબઈમાં નિકાસ કરવામાં આવી રહ્યું હતું. વધુ તપાસ ચાલુ છે, રાહત કાર્યવાહી પણ ચાલી રહી છે.
મહારાષ્ટ્ર: બકરા-ઘેટાંને પરવાનગી વિના દુબઈ લઈ જવામાં આવતાં, કોસ્ટગાર્ડ અને કસ્ટમની ટીમે પકડ્યો
ભારતીય કોસ્ટ ગાર્ડ અને કસ્ટમ્સની એક ટીમે મહારાષ્ટ્રના રત્નાગિરી કિનારે સંયુક્ત ઓપરેશન દરમિયાન 3500 ગેરકાયદેસર પશુધનની દાણચોરીને અટકાવી હતી.
મહારાષ્ટ્રના વિજયદુર્ગ બંદરેથી દુબઈ લઈ જવામાં આવતા બકરા અને ઘેટાંને અધિકારીઓએ જપ્ત કર્યા છે. રાહત કાર્ય શરૂ કરવાની સાથે જ વ્યાપક તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
પુણે કસ્ટમ્સ કમિશનરેટને મહારાષ્ટ્રના કોંકણ કિનારે બકરા અને ઘેટાંને ભારતની બહાર લઈ જવાની અપ્રમાણિત માહિતી મળી હતી. આ પછી પોર્ટ પર નજર રાખવામાં આવી હતી. આ પછી, અધિકારીઓના ધ્યાને આવ્યું કે ગુજરાતના સપ્લાય માટે ઘેટાં-બકરાંને લઈ જવાને બદલે જહાજ દુબઈ તરફ વાળવામાં આવ્યું હતું.
પશુઓની તસ્કરી કરતી ટોળકી અધિકારીઓના હાથે ઝડપાઈ હતી. આ સાથે જ જહાજને જયગઢ બંદરે લઈ જવામાં આવ્યું હતું. જ્યાં અધિકારીઓએ જહાજની ઝીણવટભરી તપાસ કરી હતી. તપાસ માટે જહાજ, ક્રૂ અને કાર્ગોને પણ કસ્ટડીમાં લીધા હતા.સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદના ઇકબાલ પણ ધરપકડ થઈ છે.જ્યારે અમદાવાદનો એક વ્યક્તિ ફરાર છે.તેવું વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું છે.