Ahmedabad: confictorium મ્યુઝિયમ જે મિર્ઝાપુરમાં R.C કોલેજ ની સામે આવેલું છે.જે આકર્ષણનું કેન્દ્ર છે.
અમદાવાદના પ્રથમ બ્યુટિશિયન અને હેરસ્ટાઈલિસ્ટ, બકુબહેન નાગરવાલા જે આ confitorium ના માલિક હતા.આ બિલ્ડિંગ ગોળલોજ બિલ્ડિંગ છે.
સૃષ્ટિ સ્કૂલ ઓફ આર્ટ, ડિઝાઈન એન્ડ ટેક્નોલોજીની વિદ્યાર્થીની અવની સેઠી દ્વારા આ અનોખા confitorium ની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે અને આ પ્રોજેક્ટને અરવિંદ લોડાયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આયોજન પંચના સભ્ય સઈદા હમીદે 2013 માં ડૉ બી.આર. આંબેડકરની 123મી જન્મજયંતિ પર મિર્ઝાપુર ખાતે ઉદ્ઘાટન કર્યું હતું. “દક્ષિણ એશિયાના સંઘર્ષોને ઉકેલવા માટે confitorium એ પ્રથમ અને ખૂબ જ જરૂરી સ્થળ છે,” તેવું તેમણે કહ્યું હતું.
કોન્ફ્લિક્ટોરિયમ એક અનોખા પ્રકારનું મ્યુઝિયમ છે કારણ કે અન્ય મ્યુઝિયમોથી વિપરીત, મુલાકાતીઓને અહીં પ્રદર્શિત વસ્તુઓને સ્પર્શ કરવા, ખોલવા અને જોવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
આ એક સામાજિક સાંસ્કૃતિક સંસ્થા છે જે મુલાકાતીને માત્ર નિષ્ક્રિય દર્શક જ નહીં, પણ સક્રિય સહભાગી પણ બનાવે છે. મિર્ઝાપુર એક એવી જગ્યા છે જ્યાં વિવિધ ધર્મના લોકો રહે છે. કોન્ફ્લિક્ટોરિયમ ‘બદલાતા વાતાવરણમાં સંઘર્ષને સમજવું’ અને ‘કરુણાપૂર્ણ સંચાર જેવા કાર્યક્રમો પ્રદાન કરશે.