સુરતના વરાછામાં કમલ પાર્ક સોસાયટી પાસે લેડી ડોન ભુરી ઉર્ફે અસ્મિતાની ગેંગના સાગરીત રાહુલ બોદાની મોડીરાત્રે તેના જ સાથીદાર કલ્પેશે ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી. રાહુલ બોદા અને તેના મિત્રો કલ્પેશની હત્યાના ઈરાદે તેના ઘરે ગયા હતા. ત્યારે રાહુલ પાસેથી ચપ્પુ આંચકી તેની જ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.આરોપીની પત્ની અને મૃતકના મિત્રને પણ ચપ્પુના ઘા મરાયા વરાછાની લેડી ડોન ભૂરીની ગેંગના સાગરીત રાહુલ ઉર્ફે બોદા બાંભણીયાની મોડીરાત્રે રાત્રે ચપ્પુના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. કલ્પેશ ડાંગોદરા રાહુલની હત્યા બાદ ફરાર થઈ ગયો હતો. આ હત્યાની ઘટનામાં આરોપીની કલ્પેશની પત્ની પણ ઈજાગ્રસ્ત થઈ છે.
હત્યા કરવા ગયા હતા ને તેની જ હત્યા થઈ ગઈ વરાછા કમલપાર્ક સોસાયટીમાં રહેતો કલ્પેશ દામોદરા અને રાહુલ બોદા 6 દિવસ પહેલા દમણ ગયા હતા. જ્યાં બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેની અદાવત રાખીને રાત્રે રાહુલ બોદા તેના મિત્રો સાથે કલ્પેશના ઘરે તેની હત્યાના ઈરાદે પહોંચ્યા હતા. તેઓ કલ્પેશ પર ચપ્પુ વડે હુમલો કરવાનો પ્રયાસ કરતા હતા. તે સમયે કલ્પેશે રાહુલ બોદાના હાથમાંથી ચપ્પુ આંચકી તેને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા અને તેનું ઢીમ ઢાળી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતા વરાછા પોલીસ અને ઉચ્ચઅધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી.
ઝઘડાના સમાધાન માટે બોલાવીને હત્યા કરી નાખી.મૃતકનો ભાઈ એક અઠવાડિયા પહેલા રાહુલ અને કલ્પેશ વચ્ચે બબાલ થયો હતો. જેના સમાધાન માટે કલ્પેશે ઘરે બોલાવ્યા હતા. જેથી રાહુલ અને મિત્ર જીતું અને જયદિપ સાથે કલ્પેશના ઘરે ગયા હતા. જ્યાં વાતચીત દરમિયાન કલ્પેશે આવેશ આવી જઈ રાહુલને ચપ્પુના ઘા માર્યા હતા. આ સાથે જ કલ્પેશને પણ માથામાં ચપ્પુનો ઘા માર્યો હતા.