Ahmedabad : અમદાવાદમાં દિવસે દિવસે એક બાજુ અમદાવાદ પોલીસ કમિશનર લાલ આંખ કરી રહ્યા છે ત્યારે જ અમદાવાદમાં જુહાપુરા વેજલપુર વિસ્તાર જે ત્યાંની સ્થાનિક પોલીસથી કંટ્રોલ ન થતી હોવાનું લાગી રહ્યું છે.
ફાયરિંગ, ખંડણી, દારુ કે પછી અસામાજિક તત્વો અને કંટ્રોલમાં લેવા હોય એવું લાગી રહ્યું છે કે વેજલપુર વિસ્તારને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દેવું જોઈએ.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રસન્ન કામગીરી કરવામાં આવી છે. જુહાપુરા ના 10 બુટલેગર વિદેશી દારૂનો જથ્થો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડ્યું છે.
જુહાપુરામાં રહેતા બુટલેગર સરફરાજ ઘાંચી અને મોહસીન જાંબુએ જુહાપુરામાં દારૂનો ધંધો કરતા 10થી વધુ બુટલેગરો માટે રાજસ્થાનથી દારૂ મગાવ્યો હતો. આ દારૂનો જથ્થો એક ગાડીમાંથી અન્ય વાહનોમાં ટ્રાન્સફર કરતો હતો ત્યારે ક્રાંઈમ બ્રાંચે ફતેવાડીકેનાલ પાસેથી ઝડપી લીધો હતો. સ્થળ પરથી દારૂ-બીયરની એક હજા૨ બોટલ કાર સાથે સરફરાજ પકડાયો હતો. પોલીસે કુલ રૂપિયા 9.93 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દારૂનો જથ્થો સરફરાજ, ઈબ્રાહિમ, હારૂન, મુસા, ફૈઝઅલી, નસીમબાનુ, ઈદ્વીશ તેમજ વહાબ નામના બુટલેગરે માગાવ્યો હોવાનું સરફરાજે પોલીસ સમક્ષ કબૂલ્યું છે.