અમદાવાદ રવિવાર બજારમાં ૧૦,૨૦,૩૦,૪૦,૫૦,૭૦ હજાર જેટલા રૂપિયા લઈ તેમને બેસવા દેવામાં આવે છે. નવા સભ્યો ના નામ AMC માં મોકલ્યા નથી. જ્યારે જુના બારસો પાથરણા ની જગ્યાએ ડમી નામો બોલાઈ રહ્યા છે. કેટલાક લોકો તો મૃત્યુ પામ્યા તેમના પણ નામના પાથરણા બોલાય છે જેની પણ જાણ કરવામાં આવી નથી.આમ AMC એ સભ્યો પાસેથી દર મહિને શું લેવું?નવા સભ્ય પાસેથી ટ્રાન્સફર ફી કેટલી લેવી?તે બધું એસોસિએશન પર છોડીને તેમને લૂંટવાનો પૂરેપૂરો સહકાર આપી દીધેલ છે.*બોમ્બે પબ્લિક ટ્રસ્ટ 1950 અનુસાર દર વર્ષે ઓડિટ કરવો ફરજિયાત છે. પરંતુ અહેમદશા ગુજરી બજાર એસોસિએશન પાંચ વર્ષ સુધી ઓડિટ કરાવ્યું જ નથી.૩૦ સપ્ટેમ્બર ના રોજ પાંચ વર્ષના ભેગા ઓડિટ ભરવામાં આવ્યા છે.
Ahmedabad: અમદાવાદ રવિવારી ગુજરી બજારમાં ચાલી રહ્યું છે ખુલ્લેઆમ ગરીબોનું શોષણ અને હપ્તારાજ!
જ્યારે જુના બારસો પાથરણા ની જગ્યાએ ડમી નામો બોલાઈ રહ્યા છે. કેટલાક લોકો તો મૃત્યુ પામ્યા તેમના પણ નામના પાથરણા બોલાય છે જેની પણ જાણ કરવામાં આવી નથી.આમ AMC એ સભ્યો પાસેથી દર મહિને શું લેવું?નવા સભ્ય પાસેથી ટ્રાન્સફર ફી કેટલી લેવી?તે બધું એસોસિએશન પર છોડીને તેમને લૂંટવાનો પૂરેપૂરો સહકાર આપી દીધેલ છે.*બોમ્બે પબ્લિક ટ્રસ્ટ 1950 અનુસાર દર વર્ષે ઓડિટ કરવો ફરજિયાત છે. પરંતુ અહેમદશા ગુજરી બજાર એસોસિએશન પાંચ વર્ષ સુધી ઓડિટ કરાવ્યું જ નથી.૩૦ સપ્ટેમ્બર ના રોજ પાંચ વર્ષના ભેગા ઓડિટ ભરવામાં આવ્યા છે.સવાલ ત્યાં ઉભા થાય છે દર વર્ષે ઓડિટ ભરવામાં ન આવતું હોય તો તેની જવાબદારી ચેરીટી કમિશનરની હોતી નથી. તેના પરથી સાબિત થાય છે કે કોઈને કોઈક રીતે સંડોવણી જોવાઈ રહી છે.*જુના ઓડિટર રજાઈવાલા નાઝીમ ને પડતા મૂકીને નવા ઓડિટ જીગ્નેશ પુજારા મારફતે એક સાથે 5 વર્ષના ઓડિટમાં જમા કરાવ્યા છે સવાલ ત્યાં પણ ઉભા થાય છે ?ચેરટી કમિશનર વિભાગ બહુમાળી ભવન વસ્ત્રાપુરમાં જ્યારે ઓડિટ ભર્યા ત્યારે સવાલ કેમ નથી કર્યો?આ ઘટનાથી ચેરિટી કમિશનર વિભાગની આડકતરી રીતે સંડોવણી સાબિત થઈ રહી છે.*જ્યારે RTI ચેરિટી કમિશનર પાસે ઓડિટ મેમોની માહિતી માંગવામાં આવી ત્યારે ઉધઈ લાગી ગઈ છે અને બંડલોને અડતા ડર લાગે છે કોરોના કાળ છે તેવો વાહિયાત જવાબ આપ્યો હતો.ત્યારબાદ કાયદા વિભાગ ગાંધીનગર ને લેટર લખતા તેઓએ તરત જ ઓડિટ મેમો આપી દીધા હતા.તેથી ચેરીટી કમિશનર વિભાગની ઉદાસિંનતા દેખાઈ આવે છે.*અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને ગૃહ મંત્રી વિભાગ ગાંધીનગરમાં ફરિયાદ કરતા બંને ફરિયાદ સાબરમતી ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં આવી.કપાસ અધિકારીઓ તપાસ કર્યા વગર તમે એએમસી કમિશનરને ફરિયાદ કરો અને આ ફરિયાદ પાછી ખેંચી લો એવું દબાણ MN શેખને કર્યું હતું.એટલું જ નહીં પરંતુ તેમણે રિપોર્ટમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ બનતી નથી તેવું સર્ટિફિકેટ પણ આપી દીધું.*અહેમદશાહ ગુજરી બજાર એસોસિએશનના કથિત પ્રમુખ તરીકે છેલ્લા 21 વર્ષથી નફિસ અલ્લાહ વાલા હોદો ધરાવે છે.21 વર્ષમાં પાંચ ઇલેક્શન થવા જોઈએ પરંતુ એક પણ ઇલેક્શન થયું નથી.સવાલ ત્યાં ઉભા થાય છે કે શું વાત છે ચેરિટી કમિશનર વિભાગની જવાબદારીમાં નથી આવતું ?કોઈ ઠરાવ બુક રાખવામાં આવતી નથી કે મેમ્બરોને કોઈ ઠરાવની જાણ કરવામાં આવતી નથી.*ઓડિટમાં જે રકમ દર્શાવવામાં આવી છે તેમાં ટિકિટ ફંડ, સ્વેચ્છિક ફંડ ફાળો, ઓફિસ સેલેરી , સુપ્રીમ કોર્ટનો ખર્ચ બતાવવામાં આવ્યો છે.પરંતુ આવક જાવક નો તાળો મેળવતા વિસંગતતા જોવા મળે છે.સુપ્રીમ કોર્ટ નો ખર્ચ 1 લાખ 75 હજાર,45 હજાર દર્શાવ્યો છે. જે શંકાશીલ છેજે
શંકાશીલ છે. જે કોઈ મેમ્બર આના વિશે જાણતું નથી.ગુજરી બજારમાં પુસ્તકનું પાછળના લગાડતા નિવૃત પ્રિન્સિપલ m.n.shaikh જણાવે છે કે તે છેલ્લા 20 વર્ષથી પુસ્તકના પાથરનો લગાડે છે.તેમની પાસેથી દર રવિવારે 80 રૂપિયા લેવામાં આવતા હતા. પરંતુ તેમણે આરટીઆઇ મારફતે MOU કઢાયું ત્યારે તેમને ખબર પડી કે કે મહિનાના ફક્ત 25 રૂપિયા પાથરણા દીઠ ચાર્જ છે. ત્યારબાદ તેમણે એસોસિએશન પાસે હિસાબ માંગતા એસોસીએશનના પ્રમુખ અને તેના માણસો દ્વારા તેમની સાથે ગાળા ગાડી કરવામાં આવી. જે થાય કરી લો તેવું કહેવામાં આવ્યું હતું.ત્યારબાદ શેખ સાહેબ પાસેથી પૈસા લેવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ બીજા ગરીબ અભણ અને શ્રમજીવી પાથરણવાળાનું શોષણ ચાલુ રાખ્યું હતું. ત્યારબાદ થી શેખ સાહેબે ગરીબ પાથરણવાળા માટે લડાઈ લડવાનું નક્કી કર્યું. ત્યારબાદ રિવર ફ્રન્ટ ઇસ્ટ માં બે અરજી કરી જેમાં પોલીસે ભીનું સંકેલી લીધું.ત્યારબાદ જાન્યુઆરી 2021 માં પુસ્તકો લેવા આવેલા પત્રકારોની સામે શેખ સાહેબ સાથે મુલાકાત થઈ હતી. ત્યારબાદ આ ભ્રષ્ટાચાર વિશેની જાણ થતા પત્રકારો દ્વારા દર રવિવારે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવતા હતા. પરંતુ એક રવિવારે તેઓ પકડાઈ જતા પત્રકારોના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કંટ્રોલ મેસેજ કરવામાં પણ આવ્યા હતા. સાંજ સુધી પત્રકારો રીવરફ્રન્ટ ઇસ્ટ પોલિસ સ્ટેશન ખાતે ઉભા હતા ત્યારબાદ તેમની ફરિયાદ ન લેવાતો ફરીથી કંટ્રોલ મેસેજ કરીને ત્યારબાદ જતા રહ્યા હતા.તે દિવસે જ્યારે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે અનુસૂચિત જાતિ વિશે જાહેરમાં ગુજરી બજાર એસોસિએશનના પ્રમુખે અપશબ્દ બોલ્યા હતા. ત્યારબાદ એટ્રોસિટી પણ દાખલ થઈ હતી જેની છેલ્લી મુદત ૨૩ જાન્યુઆરી 2023 ની પડેલ છે.ત્યારબાદ પણ ગુજરી બજારના કથિત પ્રમુખ અને તેમના 35 માણસો દ્વારા હપ્તાબજી બંધ કરવામાં ન આવતાનામદાર HC માં શેખ સાહેબે પાર્ટી ઇન પર્સનમાં PIL દાખલ કરી હતી. જેની સુનાવણી 25 જુલાઈ 2022 રોજ થઈ જેમાં હાઇકોર્ટે ચેરેટી કમિશનરમાં અરજી કરવા નિર્દેશ કર્યો.*ત્યારબાદ ચેરિટી કમિશનરમાં અરજી કરી જેનો જવાબ આજ દિન સુધી આવ્યું નથી.તેથી ચેરિટી કમિશનર વિભાગ શંકાના દાયરામાં છે .*ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અરજી કરી હતી. ત્યાંથી અધિક મુખ્ય સચિવ શહેરી વિકાસ ગૃહ નિર્માણ વિભાગ બ્લોક નંબર 14 ગાંધીનગર ખાતે મોકલવામાં આવી છે. ત્યાંથી આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.છેલ્લા બે વર્ષની લાંબી લડત બાદ રીવરફ્રન્ટ ઈસ્ટ PSI k .d.hadiya મેડમ એ તપાસ શરૂ કરી હતી. તેમણે રવિવારી બજારના સભ્યો પાસે જઈને મૌખિક નિવેદનો લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને કમાન્ડો ટ્રેનિંગમાં મોકલી દેવામાં આવતા તપાસ સ્થગિત થઈ ગઈ છે. આમ ફરીથી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનની ઉદાસીનતા જોવાઈ રહી છે.40 RTI (માહિતી અધિકાર અધિનિયમ 2005) કરી પુરાવા ભેગા કર્યા હોય છતાં પણ કોઈ કાર્યવાહી ન થાય શુ જોવાઈ રહ્યું છે તે તમામ વાચકો જાણી શકો છો