Ahmedabad: journalist Auzef Aabeda pathan
અમદાવાદમાં હાલમાં સ્વચ્છ ભારત અભિયાનની વાત તો થઈ રહી છે પરંતુ તેની સામે સવાલો પણ ઊભા થઈ રહ્યા છે.
ડોર ટુ ડોર કચરો ઘરેથી લઈ જઈને સ્વચ્છ ભારત અભિયાનની વાત થઈ રહી છે પરંતુ અમદાવાદના શાહપુર વિસ્તારનો એક વિડીયો સામે આવ્યો છે.
જેની સામે સુપરવાઇઝર નાવેદ શેખ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે?
જેમાં મોડી રાત્રે કચરાની ગાડીમાં પ્રાઇવેટ માટી ભરી ને લઈ જવામાં આવી રહી છે.જેમાં ખાસ વાત જોવા જઈએ તો અમારા દ્વારા અગાઉ પણ જમાલપુર ઉપરાંત રિલીફ રોડ નો પણ વિડીયો મુકવામાં આવ્યો હતો. જેમાં પ્રાઇવેટ કન્સ્ટ્રક્શન સાઇટ નો કચરો રાત્રે લઈ જવામાં આવતો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ કમિશન અને કરપશન પ્રથા પહેલેથી પ્રખ્યાત છે. જેની સામે અવારનવાર ભ્રષ્ટાચાર બહાર આવતા હોય છે.
હવે ફરીથી નવો કોન્ટ્રાક શરૂ કરવામાં આવ્યા અને દિવસો પણ નથી થયા અને અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવી જ રીતે કચરાની ગાડીમાં પોલિસી વિનાનો કચરો લઈ જવામાં આવતા હોવાનો વિડીયો બહાર આવ્યો છે.
શુ AMC આ ગાડી સંચાલક અને કોન્ટ્રાક્ટ સંચાલક સામે કાર્યવાહી કરશે ?
તે ઉપરાંત સવાલ એક એ પણ છે કે અમદાવાદ શહેરના અંદર જે કોન્ટ્રાક આપવામાં આવ્યા છે તે કોન્ટ્રાક્ટ ની કચરાની ગાડીઓમાં અમદાવાદ શહેરના નાગરિકોને નોકરી રાખવાના બદલે બહારના જિલ્લાના લોકોને નોકરી રાખવામાં આવે છે તેની સામે પણ સવાલ છે ?
તે ઉપરાંત ટુંક સમયમાં સમગ્ર વિડીયો બહાર પાડવામાં આવશે ?