Ahmedabad : journalist Auzef Aabeda pathan
મરનાર યુવક અને તેના સાગરીતો વિરૂદ્ધ બે દિવસ પહેલા માથાભારે શખ્સે હુમલાની ફરિયાદ કરી હતીઃ યુવકની હત્યા બાદ તંગદીલીનો માહોલ
અમદાવાદ શહેરના જુહાપુરાના ફતેહવાડી વિસ્તારમાં ગેંગવોરમાં એક યુવકની ઘાતકી હત્યા થઇ જતા ચકચારમચી ગઇ છે. બે દિવસ પહેલા મૃત્કે તેની ગેંગ સાથે મળીને માથાભારે શખ્સ પર હુમલો કર્યો હતો ત્યારે ગઇકાલે વળતા જવાબમાં શખ્સે પોતાના સાગરીતો સાથે મળીને યુવકને છરીઓના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો છે. મોડીરાતે ફતેહવાડીમાં થયેલી હત્યાના બનાવ બાદ માહોલ તંગ ના થાય તે માટે પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ તરતજ ઘટના સ્થળે પહોચી ગયા હતા.
ફતેહવાડી વિસ્તારમાં ગઇકાલે મોડીરાતે ખુની ખેલ ખેલાયો છે જેમાં સદ્દામ મોમીન નામના યુવકની ઘાતકી હત્યા કરવામા આવી છે. માથાભારે શખ્સ અને ગેંગ ચલાવતો મુસ્તકીમ ઉર્ફે મુસ્કીમ પઠાણ બે દિવસ પહેલા થયેલી બબાલની અદાવત રાખીને ગેંગ લઇને ફતેહવાડી વિસ્તારમાં આવેલા સદ્દામના ઘરમાં ઘુસી ગયો હતો જ્યા તેના ઉપર હુમલો કર્યો હતો બાદમાં તેને નસીમ પાનપાર્લર પાસે લાવીને છરીઓના ઘા ઝીંકી દેવામાં આવ્યા હતા. સદ્દામ પર હુમલો કર્યા બાદ મુસ્તકીમ અને તેની ગેંગના સાગરીતો નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત સદ્દામને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યા ફરજ પરના હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ પોલીસને થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ચાપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. સદ્દામ અને મુસ્તીકમ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ગેંગવોર ચાલતી હતી. ગેંગવોરના કારણે ગઇકાલે આ હત્યા કરવામાં આવી છે. બે દિવસ પહેલા સદ્દામ અને તેના સાગરીતોએ ભેગા મળીને મુસ્તકીમ ઉપર હુમલો કર્યો હતો જેના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા હતા.
બે દિવસ પહેલા મુસ્તકિમના ભાણેજ અરબાઝની સગાઇહ વાથી તે ફતેહવાડી પાસે આવેલા અલ-સાયરા સોસાયટીમાં ગયો હતો. મુસ્તકીમ અને અરબાઝ પાર્લર પર સીઝારેટ પીવા માટે ઉભા હતા ત્યારે સદ્દામ, સજ્જાદ, નઝીરમામા, ઝમીરમામા સહિતના લોકો દુકાન બંધ કરાવવા માટે આવ્યા હતા. સદ્દામે આવતાની સાથેજ અરબાઝ તેમજ મુસ્તકીમને ધક્કો મારીને જમીન પર પાડી દીધો હતો જેના કારણે મામલો બીચક્યો હતો. મુસ્તકિમે સદ્દામને શાંતીથી વાત કરવાનું કહેતા તે વધુ ઉશ્કેરાયો હતો. સદ્દામ ત્યાથી તેની ગેંગ લઇને જતો રહ્યો હતો અને બાદમાં હાથમાં તલવારો લઇને દોડી આવ્યા હતા. સદ્દામ સહિતના લોકોએ મુસ્તકીમને ગાળો બલીને હુમલો કર્યો હતો જ્યારે તેના ભાણેજ અને જમાઇ ઉપર પણ હુમલો કર્યો હતો. મુસ્તકીમની બહેને તરતજ પોલીસ કંટ્રોલરુમમાં ફોન કરી દીધો હતો જેથી સદ્દામ સહિતના લોકો ત્યાથી નાસી ગયા હતા. મુસ્તકીમે મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ચાર વ્યકિતઓ વિરૂદ્ધ ફરિયાદ કરી હતી.
મુસ્તકીમ પર હુમલો થતા તેણે બદલો લેવાનું નક્કી કરી લીધુ હતું અને ગઇકાલે આયોજન પુર્વક તે પોતાની ગેંગ લઇને ફતેહવાડીમાં ઘુસી ગયો હતો જેમાં તેણે સદ્દામને છરીઓના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતાર્યો હતો.
સદ્દામ પર હુમલો થતા તેની ગેંગના લોકો નાસી ગયા
મુસ્તકીમ તેની ગેંગ સાથે ગયો હતો જેમાં મહિલાઓ પણ હાજર હતી. મહિલાઓએ સદ્દામને ઝડપી પાડ્યો હતો જ્યારે મુસ્તકીમે તેને છરીઓના ઘા ઝીંક્યા હતા. મુસ્તકીમનો આંતક જોઇને સદ્દામની ગેંગના તમામ સભ્યો ત્યાથી તાત્કાલીક નાસી ગયા હતા. છેલ્લા ઘણા સમયથી બન્ને ગેંગ વચ્ચે માથાકુટ ચાલી રહી હતી.
સદ્દામ સગીર હતો ત્યારે તેના હાથ લોહીથી ખરડાયા હતા
સદ્દામ જ્યારે સગીરવયનો હતો ત્યારે તેણે કૃખ્યાત નાસીરખાન ઉર્ફે પટવાની ઘાતકી હત્યા કરી હતી. આ હત્યા કેસમાં સદ્દામ નિર્દોષ છુટીને બહાર આવ્યો હતો. પોલીસે સદ્દામને હથીયારો સાથે પણ ઝડપી પાડ્યો હતો. સદ્દામનો ઇતિહાસ પણ ગુનાઓથી ખરડાયેલો છે.તે ઉપરાંત અગાઉ રઈશ પટવા દ્વારા પણ ફાયરીગ પણ કરવામાં આવ્યું હતું. મુસ્તકીમ અને શિવા મહાલિંગમ અવારનવાર ગેંગસ્ટર એકબીજાને ધમકી આપે છે.
જાણીતા ઉદ્યોગપતિ કરસન પટેલના નીમા ફાર્મ હાઉસમાં લૂંટની પ્લાન બનાવનાર તેમજ કૃખ્યાત ગેંગસ્ટર શીવા મહાલીંગમને અવારનવાર જાનથી મારી નાખવાની ધમકી મુસ્તકીમ આપતો હતો. મુસ્તકીમ વિડીયો વાયરલ કરતો હતો જેના કારણે શીવા તેની હત્યા કરવાની ફીરાકમાં હતો. શીવાએ તાજેતરમાં ધમકી આપતો વિડીયો વાયરલ થયો તેમા તેનો ટાર્ગેટ મુસ્તકીમ હતો.
સદ્દામના મોત બાદ હોસ્પિટલમાં અમદાવાદ શહેરના લોકોનું કીડીયારૂ ઉભરાયુ હતું.
મુસ્તકીમે સદ્દામની હત્યા કરતા ગુનાખોરીના આલમમાં સન્નાટો વ્યાપી ગયો હતો. સદ્દામ પર હુમલો થતા તેને એસવીપી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યા તેને મૃત જાહેર કર્યો હતો. સદ્દામના મોતના સમાચાર મળતાની સાથેજ હોસ્પીટલ પર અમદાવાદ શહેરના ટોળ ઉભરાયા હતા. એસવીપી . અંદાજીત 500થી વધુ લોકો મોડીરાતે હોસ્પિટલમાં હતા જેનાથી પોલીસે બંદોબસ્ત પણ ગોઠવી દીધો હતો.
સદામ મોમીન મૃતક
હત્યા કરનાર મુસ્તકિમ ઉર્ફે મુશ્કિલ
અલ્લાહ રખા નો દીકરો.
અલ્લાહ રખા
અરબાઝ