Ahmedabad : અમદાવાદમાં રામોલ પોલીસ સ્ટેશનમાં એક અરજદાર દ્વારા અરજી કરવામાં આવી છે. જે જાણીને તમને પણ નવાઈ લાગશે કે અમદાવાદ શહેરમાં અને વડોદરામાં અમિત નગરમાં ગોલુ ડોન અને તેની ગેંગ નું આતંક સામે આવ્યું છે. તેની ખાસિયત એ છે કે ગોલુ ડોન સિવાય ગેંગના 50 જેટલા સભ્યો બોબળા છે જેવો બોલી શકતા નથી. જ્યારે કેટલાક વિકલાંગ પણ છે. આ ગેંગ અમદાવાદમાં રામોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સીટીએમ વિસ્તારથી થી લઈને અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે અને વડોદરા ના કેટલાક વિસ્તારમાં તેમણે માથાભારે તરીકે આતંક મચાવ્યું છે. હાઇવે ઉપર ગાડી રોકવી અને ત્યારબાદ કોઈ કશું પણ કહે તો તારા બાપા નું રાજ છે તેમ કહીને તેમની પાસે દાદાગીરી કરવી તે આ ગેંગ ના મુખ્ય કારસ્તાન છે. તે ઉપરાંત સીટીએમ થી વડોદરા હાઇવે પર જતી ગાડીઓને રોકી અને તેમની પાસેથી હપ્તા લેવા રીક્ષાઓ પાસેથી હપ્તા લક્ઝરી અને પાર્સલ ની ગાડીઓ પાસેથી પણ હપ્તા લેવા આ ગેંગ નું મુખ્ય કામ છે.
અમદાવાદ-બરોડા હાઈવે CTM ખાતે દાદાગીરી કરી પૈસા ની ઊઘરાણી કરતા ઇસમો
ગોલુંડોન નામ નો વ્યક્તિ ગાડી વાળા અને લકઝરી વાળા પાસે પૈસા ની ઊધરાણી કરે છે
ગોલું ડોન અને રામ ચૌહાણ નામ ના વ્યક્તિ નો ડોન કહેવાય છે અને આ લોકો પાસે બોલી નથી શકતા તેના વિકલાંગ લોકો ની ગેંગ ચલાવે છે. જેને લઇને સ્થાનિક પોલીસ સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. પીડીતો દ્વારા પણ અમને માહિતી આપવામાં આવી છે અને વિડિયો પણ આપવામાં આવ્યા છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ને જો તપાસ સોંપવામાં આવે આ ગેંગનું કાંડ બહાર આવી શકે છે.