Ahmedabad ભાગ 6
થોડા વર્ષો પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કોલ સેન્ટર માફિયા ઉપર તમારી બોલાવી દીધી હતી તે બાદ તમામ કોલ સેન્ટર માફિયાઓ ગુજરાત બહાર ,દેશ બહાર જઈને સેન્ટરો ચલાવી રહ્યા હતા. પરંતુ ફરી એકવાર આ કોલ સેન્ટર માફિયા અમદાવાદ શહેરમાં એક્ટિવ થયા છે. જેની પુરેપુરી ઇન્વેસ્ટિગેટિવ માહિતી પ્રકાશિત કરી રહ્યા છીએ.
હમણાં સુધી તો તમે વાંચ્યું હશે કે કોલ સેન્ટર આલમ નો બેતાજ બાદશાહ જેણે કોલ સેન્ટર નો સમગ્ર આલમ નો સૌથી મોટો માથું ગણી શકાય. જે અમદાવાદના પશ્ચિમ ઝોન સેવન માં આવેલ જુહાપુરા માં રહે છે. અને તેનો ગોડ ફાધર ઘણાતા કે ભાગીદાર કહો જોશી અને શર્મા જેઓ તેના ભાગીદાર છે.હાલ 20 કરોડ થી વધારાની પ્રોપર્ટી કોલ સેન્ટર આલમ નો બાદશાહ જુહાપુરા માં ધરાવે છે. ગુજરાત રાજ્યની બહારના રાજ્યમાં તેમનું કોલ સેન્ટર પકડાયું ત્યારે તેઓ 50 લાખનું વ્યવહાર પણ કરી ચૂક્યા છે.તે ઉપરાંત દુબઈમાં બેઠેલા અમદાવાદના એક વ્યક્તિ સાથે તેના ખૂબ જ મોટા સંપર્ક છે. કથિત રીતે ભાગીદાર પણ હોવાનું જાણવા મળ્યું છે. તે ઉપરાંત ખેડા પણ ઘણી પ્રોપર્ટી છે.
યાકીબ જે 200 સીટિંગ ધરાવતા કોલ સેન્ટરનો બાદશાહ છે. જે હાલ અમદાવાદના જુહાપુરા માં અને આજુબાજુના વિસ્તારમાં પણ નાનાથી મોટાપાયે સામ્રાજ્ય ચલાવી રહ્યો છે. હાલ કોલ સેન્ટર સંચાલકોમાં તેની નામની પણ હાલ ચર્ચાઓ જાણવા મળી રહી છે.
અમદાવાદના કોટ વિસ્તારમાં ઢાંલગરવાડનો કોલ સેન્ટર માફિયા “મનસુરી” જે આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર માફિયા છે. તેના અમેરિકામાં રહેતો જુહાપુરા નો એક વ્યક્તિ લીડ (ડેટા) આપે છે. ત્યારબાદ તે વિદેશી નાગરિકોને છેતરીને આતંક મચાવે છે. તે ઉપરાંત તેણે કંબોડિયામાં પણ એક રિસોર્ટ રાખીને તેમાં અમદાવાદના ઘણા છોકરાઓને ત્યાં કામ પર બેસાડ્યા છે. સાથે સાથે તે btc અને usdt નો પણ હવાલાનો બાદશાહ અમદાવાદમાં ગણાય છે. સાથે જુહાપુરા નો એક નામચીન વેપારી છે જે તેને પ્રોટેક્શન આપી રહ્યું છે. જો આવકવેરા વિભાગ દ્વારા આ ચાર લોકો પર તવાઈ લાવવામાં આવે તો ઘણું બધું બહાર આવી શકે છે.