Gujarat: journalist Auzef Tirmizi
વરસતા વરસાદમાં ગુજરાતી ફિલ્મ “પ્રતિકાર” રિલીઝ થઈ, જેનો ધમાકેદાર પ્રીમિયર યોજાયો
ગઈકાલે વરસતા વરસાદમાં એક જોરદાર વિપુલભાઈની ગુજરાતી ફિલ્મ “પ્રતિકાર” રિલીઝ થઈ હતી જેનો ધમાકેદાર પ્રીમિયર યોજાયુ હતું.
આ ધમાકેદાર ફિલ્મના પ્રીમિયરમાં મુખ્ય કલાકારો હાજર રહ્યા હતા. કેક કાપીને ઉમંગભેર ઘણા બધા કલાકારો તથા આમંત્રિત મહેમાનો સાથે ફિલ્મ બધાએ માણી અને ખૂબ વખાણી હતી.
થોડી વાત કરીએ ફિલ્મ વિશે
મમતા સોની સૌપ્રથમ એક રાધાના કેરેક્ટરમાંથી નીકળીને જોરદાર એક નારી શક્તિ તરીકે મેઈન રોલ કરી રહી છે, એટલે એક અલગ ઇન્તઝારી પ્રેક્ષકોને આ નવા સ્વરૂપમાં જોવાની હોય જ, ફિલ્મની માવજત દરેક રીતે અદભુત છે. ડાયલોગ, મ્યુઝિક, સિનેમેટોગ્રાફી, લાઇટિંગ, તમામ ટેકનિકલ પાસા ઉત્કૃષ્ટ છે.
એક રોમેન્ટિક સોંગ મમતા સોની અને ઉમંગ આચાર્યનૂ સરસ મજાનું ફિલ્માંકન કર્યું છે, દરેક કલરની સીફોનની સાડીમાં, એટલે યશ ચોપરાની યાદ તો આવે જ…
ફિલ્મમાં કોઈપણ રીતે બોલીવુડથી ઉતરતી લાગતી નથી. “પ્રતિકાર”નું પોસ્ટર જોતા એકવાર સુજાતા મહેતાની યાદ જરૂર આવી જાય. સ્ટોરી બહુ જ સરસ પરફેક્ટ લખવામાં આવી છે. મમતા સોની એમના ભાગે જે કંઈ પણ ડાયલોગ છે, એ એમના શબ્દો જ ડાયલોગ બની જાય છે. કેમ કે, એમની ભાષા ઉપર પકડ સારી છે. એમના અવાજમાં ગુજરાતી ભાષા ગુજરાતી જ લાગે રાજકોટની કાઠીયાવાડની આવો અલગ અલગ જોવા મળતો નથી.
HomepageEntertainmentવરસતા વરસાદમાં ગુજરાતી ફિલ્મ “પ્રતિકાર” રિલીઝ થઈ, જેનો ધમાકેદાર પ્રીમિયર યોજાયો
Entertainmentમનોરંજન
વરસતા વરસાદમાં ગુજરાતી ફિલ્મ “પ્રતિકાર” રિલીઝ થઈ, જેનો ધમાકેદાર પ્રીમિયર યોજાયો
ગઈકાલે વરસતા વરસાદમાં એક જોરદાર વિપુલભાઈની ગુજરાતી ફિલ્મ “પ્રતિકાર” રિલીઝ થઈ હતી જેનો ધમાકેદાર પ્રીમિયર યોજાયુ હતું.
આ ધમાકેદાર ફિલ્મના પ્રીમિયરમાં મુખ્ય કલાકારો હાજર રહ્યા હતા. કેક કાપીને ઉમંગભેર ઘણા બધા કલાકારો તથા આમંત્રિત મહેમાનો સાથે ફિલ્મ બધાએ માણી અને ખૂબ વખાણી હતી.
થોડી વાત કરીએ ફિલ્મ વિશે
મમતા સોની સૌપ્રથમ એક રાધાના કેરેક્ટરમાંથી નીકળીને જોરદાર એક નારી શક્તિ તરીકે મેઈન રોલ કરી રહી છે, એટલે એક અલગ ઇન્તઝારી પ્રેક્ષકોને આ નવા સ્વરૂપમાં જોવાની હોય જ, ફિલ્મની માવજત દરેક રીતે અદભુત છે. ડાયલોગ, મ્યુઝિક, સિનેમેટોગ્રાફી, લાઇટિંગ, તમામ ટેકનિકલ પાસા ઉત્કૃષ્ટ છે.
એક રોમેન્ટિક સોંગ મમતા સોની અને ઉમંગ આચાર્યનૂ સરસ મજાનું ફિલ્માંકન કર્યું છે, દરેક કલરની સીફોનની સાડીમાં, એટલે યશ ચોપરાની યાદ તો આવે જ…
ફિલ્મમાં કોઈપણ રીતે બોલીવુડથી ઉતરતી લાગતી નથી. “પ્રતિકાર”નું પોસ્ટર જોતા એકવાર સુજાતા મહેતાની યાદ જરૂર આવી જાય. સ્ટોરી બહુ જ સરસ પરફેક્ટ લખવામાં આવી છે. મમતા સોની એમના ભાગે જે કંઈ પણ ડાયલોગ છે, એ એમના શબ્દો જ ડાયલોગ બની જાય છે. કેમ કે, એમની ભાષા ઉપર પકડ સારી છે. એમના અવાજમાં ગુજરાતી ભાષા ગુજરાતી જ લાગે રાજકોટની કાઠીયાવાડની આવો અલગ અલગ જોવા મળતો નથી.
બાકી રહેલ દરેક કલાકારો પોતપોતાનું વર્ક અને રોલ પરફેક્ટ નિભાવ્યો છે, ઇન્ટરવલ પછી ફિલ્મ વધારે સારી બની જાય છે, અને એક સુંદર મજાનો મેસેજ સાથે ક્લાઈમેકસ જોવાની વધુ મજા આવે છે, અને સાથે એક ઇન્તઝારી પણ આપે છે, તો જલ્દીથી ફુલ ફેમિલી સાથે ખાસ “પ્રતિકાર” ફિલ્મ જોઈ આવજો. bookmyshow પર અવેલેબલ છે.
ફિલ્મ પૂરી થયા પછી વિપુલભાઈનું એક ખાસ મેસેજ હતો કે, આપણે રૂરલ અને અર્બનના ભેદમાંથી બહાર નીકળી જઈએ, શહેર અને ગામડાને અલગ અલગ જોડવાનું બંધ કરી દઈએ, આપણે જ આપણી ભાષામાં આવા ભાગ પાડીએ એ બરાબર નહીં, એટલે જ હમણાં એક એવી ફિલ્મ બનાવવાની હિંમત કરી છે, જેના તમામ કલાકારો રૂરલ ગુજરાતી ફિલ્મના હોય. આમ તો કલાકાર તો કલાકાર જ હોય પણ એક મેસેજ સાથે ફિલ્મ બનાવી એમની આ હિંમતને લોકોએ ખૂબ આવકારી કે, અર્બન સ્ટોરી હોય તો પણ આ કલાકારો કેટલું ઉત્કૃષ્ટ કામ કરી શકે છે, માટે કલાકારોને કોઈ લેબલ આપવું નહીં, આ એક શ્રેષ્ઠ વર્ક કહી શકાય તેવી ફિલ્મ રહી છે. આશા છે આપણા ભેદભાવને ભૂલીને જ ફિલ્મ જોવા જઈશું.
ફરી એકવાર ફિલ્મ સાથે સંકળાયેલી તમામ વ્યક્તિને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા…..
પી.આર તરીકે મનનભાઈ દવે. તેમના સુંદર વર્ક બદલ ખુબ ખુબ શુભેચ્છા……
Film review Jayesh vora