Gujarat: journalist Auzef Tirmizi Aabeda pathan
ગુજરાત કોંગ્રેસમાં અમદાવાદ હોય કે સુરત લઘુમતી નેતાઓ જ વચ્ચે વર્ચસ્વ અને જૂથવાદ મોખરે રહ્યો છે.સૂરત શહેરમાં લઘુમતી બે નેતાઓ વચ્ચે વર્ચસ્વની લડાઈ કે પછી જૂથવાદ છે તેની સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. કોંગ્રેસના જ બે નેતા આમનેસામને આવી ગયા છે અને વાત પોલીસ ફરિયાદ સુધી પહોંચી ગઈ છે. ઈદ-એ મિલાદના જુલૂસને રાજમાર્ગ પર ન કાઢવાના નિર્ણયનો સોશિયલ મીડિયા પર ઉશ્કેરનીજનક મેસેજ અને કોમેન્ટ કરનાર કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાઇકલવાલા સહિત 11 લોકો સામે કોંગ્રેસના 11 નંબરના વોર્ડપ્રમુખ મુસ્તાક સિદ્દીક કાનુગાએ કોમી ઉશ્કેરણી ફેલાવવાની પોલીસ ફરિયાદ નોંઘાવી છે. આ મામલે પોલીસે છ લોકોની ધરપકડ પણ કરી છે અને અસલમ સાઇકલવાલાની ધરપકડ બાકી છે. આ વચ્ચે અસલમ સાઇકલવાલાએ એક વીડિયો જારી કરીને જણાવ્યું છે કે આ રાજકીય પ્રેરિત પોલીસ ફરિયાદ હોવાનું જણાવ્યું છે.
ફરિયાદમાં દર્શાવેલા આરોપીઓ સુરત શહેર કોગ્રેંસ અગ્રણી અને માજી કોર્પોરેટર અસલમ ફિરોઝ સાઇકલવાલા, સલમાન, લિયાકત સૈયદ, વસીમ, મુશાજી લુકમાન, રાજુકુરેશી, ઈરફાન મન્સૂરી, મઝહર સૈયદ, સજ્જુ બાપુ અને સઈદ અચ્છા.
સોશિયલ મીડિયાના આ ગ્રુપમાં ઉશ્કેરણીજનક ટિપ્પણી થઈ ઈન્ડિયન હીરો ગ્રુપમાં સલમાનસ જનત ખબર ન્યૂઝમાં લિયાકત સૈયદ ઉર્ફે બાપુ, સલીમ રાજા ગ્રુપ, સલાબતપુરા ગ્રુપ લોકસમસ્યામાં વસીમ, રોયલ ગ્રુપમાં મુશાજી લુકમાન, મંજુભાઈના સુરત ગ્રુપમાં રાજુકુરેશી અને ઈરફાન મન્સૂરી, સૈયદ મઝહરે ફેસબુક આઈડી અને સઈદ અચ્છાએ ટિપ્પણી કરી હતી
.હું ગુનેગાર સાબિત થાય તો ફાંસીએ ચડાવી દેજોઃ અસલમ સાઇકલવાલા
આ વચ્ચે કોંગ્રેસના નેતા અને આ કેસના આરોપી અસલમ સાઇકલવાલાએ એક વીડિયો જારી કર્યો છે, જેમાં તે જણાવે છે કે મારા વિરુદ્ધ જે ફરિયાદ દાખલ થઈ છે એ રાજકીય પ્રેરિત છે. ફરિયાદ દાખલ કરનાર મુસ્તાકભાઈ વોર્ડ નંબર 12ના અત્યારે હાલ વોર્ડપ્રમુખ છે. 2021માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે કોર્પોરેશનની ચૂંટણી લડ્યા છે. જે રીતે મારું દિનપ્રતિદિન રાજકીય કદ વધી રહ્યું છે અને સમાજમાં લોકપ્રિયતા વધી રહી છે, જેથી તેમના પેટમાં દુખે એ સ્વાભાવિક છે. કોમી વૈમનસ્ય ફેલાય એ વાત તદ્દન ખોટી છે. અસલમ સાઇકલવાલાએ પોતાના જાહેર જીવનમાં કોમી વૈમનસ્ય ફેલાય એવું ક્યારેય બોલ્યો નથી. પોલીસને પણ મારી અપીલ છે કે પુરાવા સાથે તપાસ કરો અને હું ગુનેગાર જણાવ તો ફાંસીએ ચડાવી દેજો.
ફરિયાદ બાદ છ લોકોની ધરપકડ કરી છેઃ DCP આ અંગે ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે સૈયદપુરા હિંસાબાદ ગુના દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર પછી શાંતિ સમિતિની બેઠક મળી હતી. સમિતિમાં હિન્દુ-મુસ્લિમ આગેવાનો ભેગા થઈને નક્કી કર્યું હતું કે ઈદ-જલૂસ અને ગણેશવિસર્જન આગળપાછળની તારીખે આવતાં મુસ્લિમ સમાજ દ્વારા ભાગળ વિસ્તારમાં મુખ્ય જુલૂસ કાઢવામાં આવશે નહીં, સાથે શહેરની શાંતિ બનાવી રાખવામાં આવે.
તમામના ગુનાહિત ઈતિહાસ તપાસવામાં આવશે’
આ અનુસંધાને મુસ્તાક કાનુગા નામની વ્યક્તિએ લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. 11 વ્યક્તિ વિરુદ્ધ અમે ફરિયાદ નોંધી હતી. હાલ અમે છ આરોપીની ધરપકડ કરી છે અને પાંચ આરોપી બાકી છે. મુખ્ય આરોપી સંજુબાપુ જેની વિરુદ્ધ અગાઉ પણ ગુનાઓ દાખલ થઈ ચૂક્યા છે. ત્યાર બાદ શહીદ અચ્છા કરીને છે અને અસલમ સાઇકલવાલા તમામની પ્રવૃત્તિ- ઉશ્કેરણીજનક ભૂમિકા ફરિયાદમાં ઉલ્લેખ છે. આ તમામનો ગુનાહિત ઇતિહાસ તપાસવામાં આવશે. શહેરની શાંતિ બનાવી રાખવામાં જે કંઈપણ પોલીસને કરવું પડે તમામ પ્રવૃત્તિઓ કરશે.