Ahmedabad :
આજ રોજ અમદાવાદમાં પટવાશેરી પથ્થર કુવા ખાતે પંજેતન ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ નઈમ શેખ દ્વારા સન્માન સમારંભ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સમાજમાં સેવાકીય કામ કરતા ડોક્ટર, પત્રકાર, સામાજિક કાર્યકર્તા, સામાજિક આગેવાનો નું સમ્માન કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું.
જેમાં મુખ્ય મહેમાન તરીકે દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય કૌશિકભાઇ જેન, પૂર્વ ધારાસભ્ય ભુપેન્દ્ર ખત્રીના પુત્ર જવલિત ખત્રી , કારંજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી. ટી. ચોધરી સાહેબ, મુસ્લિમ સમાજના સામાજિક આગેવાનો , રિપબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ રફીક કોઠારીયા સાહેબ, શેખ સાહેબ હાજર રહ્યા હતા.