Ahmedabad :
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર શ્રી તથા નાયબ પોલીસ કમિશનર શ્રી દ્વારા આપવામા આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.જે જાડેજાની ટીમના પો.સ.ઈ શ્રી ડી.એમ સોલંકી તથા એ.એસ.આઇ.જગદીશભાઈ અળવેશ્વરભાઈ તથા પો.કો.યુવરાજસિંહ મહેન્દ્રસિંહ દ્રારા ખૂનની કોશીષના ગુનામાં નાસતા ફરતા આરોપી..
(૧) સંજય રમણભાઈ દંતાણી રહે- મ.નં-૦૩, ગણેશનગર સોસાયટી, રાજાવીર સોસાયટીની બાજુમા ઠક્કરનગર, નરોડા, અમદાવાદ શહેર મુળ ગામ-મેરવાડા, તા-જીલ્લો પાટણ
(૨) દિપક ઉર્ફે લાલો ઓમપ્રકાશ પંડયા રહે- મ.નં-૭૦૩, આવાસના મકાનમા, મારૂતી સો રૂમની પાછળ, કઠવાડા રીંગરોડ ની પાસે, કઠવાડા અમદાવાદ શહેર મુળ ગામ-ઓખા,તા- દ્વારકા, જીલ્લો-જામનગર
(૩) પ્રદિપ અતુલભાઈ વરૂ ઉ.વ-૩૦ રહે- એ/૧૩૧, મનહરનગર વિભાગ-૦૨, ખોડીયારનગર, બાપુનગર, અમદાવાદ શહેર મુળ ગામ- શેરી નં-૧૪, આશાપુરા, હુડકો, રાજકોટને નિકોલ રીંગરોડ, મારૂતિ શો રૂમ પાછળ ગેલેક્ષી હોમ પાસે રોડ પર ઝડપી લીધેલ छे.
તા.૧૫/૦૧/૨૦૨૪ ના રોજ વાસી ઉતરાયણનો તહેવાર હોય, જે દિવસે ઇજા પામનાર પરેશ ઉર્ફે ઘેટીયો ડુંગરભાઈ રાઠોડ રહે, સંતરોહિદાસનગર, ઠક્કરનગર અમદાવાદને તેના ઘર નજીક પૈસાની લેતીદેતી બાબતે ચાર જેટલા વ્યકિતો મારમારી છરી જેવા હથિયારથી પરેશ ઉર્ફે ઘેટીયાને પેટ તથા છાતીના ભાગે જીવલેણ ઇજાઓ પહોંચાડી આરોપીઓ નાસી ગયેલ હતા. જે સબંધે ક્રુષ્ણનગર પોલીસ સ્ટેશન પાર્ટ “એ” ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૩૨૪૦૦૪૩/૨૦૨૪ ઈ.પી.કો. કલમ ૩૦૭, ૩૨૬, ૩૨૩, ૨૯૪(ખ), ૧૧૪ તથા જી.પી.એ. કલમ ૧૩૫(૧) મુજબનો ગુનો દાખલ થયેલ છે. આરોપીઓ આ ગુનાના કામના નાસતા ફરતા રહેલ છે.
આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે ક્રુષ્ણનગર પોલીસને સોંપવા તજવીજ કરવામાં આવેલ છે.