Ahmedabad :5/12/2023 ના રોજ અબીર ગ્રુપ દ્વારા ઇલોરા કોમ્પ્લેક્સ રીલીફ રોડ ખાતે સર્વધર્મની મહિલાઓને આર્થિક રીતે સદ્ધર અને મજબૂત કરવા માટે સિલાઈ મશીન વિતરણ નું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું. 30થી વધુ સિલાઇ મશીન આપવામાં આવ્યા હતા .જેમાં ઘણા સામાજિક કાર્યકર્તા, પત્રકાર મિત્રો, મહીલા સશક્તિકરણ ના ઉદાહરણરૂપે મહિલા activists નૂરજહા દીવાન, સ્વાતિ ગોસ્વામી, ફેશન ડિઝાઈનર સીબા મલીક પણ હાજર રહ્યા હતા.
જાણો અબીર ગ્રુપ વિશે.
અબીર ગ્રુપ નહિ નુકશાન નહિ ફાયદા ના ઉદ્દેશ્યથી ચાલતું ગ્રુપ છે. અબીર ગ્રુપનું ઉદ્દેશ્ય લોકોનો સહયોગથી લોકોને મદદ કરતું ગ્રુપ છે. અબીર ગ્રુપ ની શરૂઆત સામાજિક કાર્યકર્તા અને નીડર મહિલા AAbeda pathan તેમના સાથી Auzef Tirmizi,Atik Khan,faruk hamdard, Jeetu Makwana ઉપરાંત ટીમના લોકો છે.જેનો શ્રેય AAbeda pathan ને જાય છે.
અબીર ગ્રુપ છેલ્લા બે વર્ષથી ઠંડીના સમયગાળા દરમિયાન અમદાવાદમાં આવતા પરંપ્રાંતીય બીજા રાજ્યના લોકો સુધી અનાજ અને ભોજન પહોચાડવાનું પણ કામ કરતું આવ્યું છે.
2023 ની વાત કરીએ તો અબીર ગ્રુપ દ્વારા મહિલાઓને આર્થીક રીતે સદ્ધર કરવા તેમને પોતાના પગ પર ઊભી કરવા માટે સિલાઈ મશીન વિતરણનું કાર્યક્રમ કરવામાં આવ્યું હતું. મહિલા ફેશન ડિઝાઈનર સીબા મલિક દ્વારા મહિલા કેવી રીતે રોજગારી ઊભી કરી શકે તેના માટેના ઉદાહરણ બતાવયા હતા.
તે ઉપરાંત અબીર ગ્રુપ મહિલા સશક્તિકરણ ની વાત હોય કે મહિલા અત્યાચારની વાત હોય, કોઈપણ સમસ્યાની વાત હોય કે પછી માનવ અધિકારની વાત હોય તમામ મુદ્દા પર અબીર ગ્રુપ કામ કરે છે.
ઉદ્દેશ્ય: લોકોના સહયોગથી લોકોને મદદ કરતું ગ્રુપ