Ahmedabad : journalist Auzef Aabeda pathan અમદાવાદમાં શિક્ષણ વિભાગ દ્વારા અને ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ઓર્ડર આપવામાં આવ્યું છે છતાં પણ પરિપત્રનું ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યું છે. હાલ શાળામાં બાળકોના એડમિશન પણ થઈ ગયા છે અને નવું વર્ષ પણ શરૂ થઈ ગયું છે પરંતુ અમદાવાદમાં શાહપુર વિસ્તારમાં આવેલી પ્રેયસ સ્કુલ કે જ્યાં ખુલ્લેઆમ કાયદાનો ભંગ થઈ રહ્યો છે અને શાળામાંથી જ કમ્પલસરી સ્ટેશનરી નોટ્સ બુક લેવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે જેમાં 1,600 થી લઈને 3500 સુધી સ્ટાન્ડર્ડ પ્રમાણે ભાવ લેવામાં આવી રહ્યું છે. ત્યાંના બાળકોના કેટલાક વાલીઓ દ્વારા અમને જાણકારી આપવામાં આવી છે જેના દ્વારા અમે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. શું અમદાવાદ શિક્ષણ વિભાગ અને ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ કાર્યવાહી કરશે?