Ahmedabad journalist Auzef Aabeda pathan: નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા સાબરમતી નદીના પ્રદૂષિત થતી રોકાવા માટે કડક વલણ અપનાવાયું છે. તે ઉપરાંત જીપીસીબી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે પણ અનેક સવાલો ઊભા થયેલા છે ?તે ઉપરાંત સ્થાનીક AMC અધિકારીઓ સામે સવાલ ઉભા થઇ રહ્યા છે.
અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલ ફતેવાડી વિસ્તારમાં RCC રોડ પાસે ગેરકાયદેસર ખોદકામ કરીને ફતેવાડીના પાછળના ભાગથી સાબરમતી નદીમાં છોડવામાં આવે છે. જેમાં અહદ નામનો કોન્ટ્રાક્ટર ખોદકામ કરીને ગેરકાયદેસર ગટર લાઈન નદીમાં છોડીને નદીને પ્રદુષિત કરી રહ્યો છે. વિશ્વાસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર 25 થી 30 હજાર રૂપિયા ગટર લાઈન બનાવવાના લે છે.
શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકાર આ વાતથી અજાણ છે ?
શું સ્થાનિક સરખેજ પોલીસ આવા ગેરકાયદેસર જોડાણ કરતા તત્વો સામે કાર્યવાહી કરશે?
ટૂંક સમયમાં અમારા માધ્યમ વતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર સુધી આ માહિતી અને વિડીયો પહોંચાડવામાં આવશે.
ફાઈલ ફોટો