AMC મને હટાઓ, હું ભ્રષ્ટાચારી બ્રિજ છું, ખૂબ થાકી ગયો છું, હું ક્યાં સુધી નડીશ.ભ્રષ્ટાચારી હાટકેશ્વર બ્રિજના 680 દિવસ AMCના ઈતિહાસમાં જો સૌથી મોટો ભ્રષ્ટાચાર થયો હોય તો 50 કરોડના ખર્ચે બનેલો હાટકેશ્વર બ્રિજ છે. જે જર્જરિત હાલતમાં હોવાના કારણે થોડા મહિનામાં જ બંધ કરી દેવામાં આવ્યો હતો. એક તરફ ભાજપ અને AMC ખૂબ જ મોટા ભ્રષ્ટાચારને અટકાવી શક્યા નથી, તો બીજી તરફ 680 દિવસ બાદ પણ બ્રિજ એ જ હાલતમાં છે અને તેમાંથી કોઈ છુટકારો મેળવી શક્યું નથી. આજે કોંગ્રેસ પક્ષે તે બ્રિજ પર બેનર લગાવીને વિરોધ કર્યો હતો અને હાટકેશ્વર બ્રિજ નો ઝડપી નિકાલ કરવા માંગણી કરી હતી.શેહઝાદખાનપઠાણ વિપક્ષ નેતા પ્રેસ કોન્ફરન્સ કરી હતી .