Ahmedabad : journalist Auzef,Aabeda pathan
investigative story અમદાવાદમાં જમાલપુર ખાતે આવેલી એપીએમસી માર્કેટમાં જ્યાં ગુજરાતના જુદા જુદા જિલ્લાઓ અને ગામડાઓ તે ઉપરાંત ભારતના જુદા જુદા રાજ્યોમાંથી શાકભાજી અમદાવાદ શહેરમાં આવે છે. જે શહેરના નાગરિકો અને શહેરીજનો સુધી પૂરી પાડવામાં આવે છે.
જે અન્નદાતા ખેડૂત જેમના દ્વારા કોરોના લોકડાઉનમાં આપણા સુધી શાકભાજી પહોંચાડવામાં આવતી હતી તે જ ખેડૂતો સાથે મોટા પાયા પર ચીટીંગ થઈ રહી છે એવું મારા સૂત્રો દ્વારા અમને જાણવા મળ્યું છે?
જુઓ શુ છે સમગ્ર મામલો.
પાર્ટ 1
અમારા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે અમને જોવા મળ્યું કે શહેરની આસપાસના જિલ્લામાંથી મોટાભાગે જુદી જુદી શાકભાજીઓ ઉત્પાદન થાય છે. આ માલ બારેમાસ અમદાવાદ એપીએમસી માર્કેટમાં આવે છે. જેમાં bolero ,407, આઇસર, ટાટા એલપી ટ્રક જેવી જુદી જુદી ગાડીઓ 24 કલાકમાં અમદાવાદ એપીએમસી માર્કેટમાં આવતી હોય છે.
શાકભાજીની ગાડીઓના અંદરની વાત કરવામાં આવે તો શાકભાજીના જે દાગીના હોય છે એક દાગીના પર 80 પૈસા માર્કેટ ફી હોય છે. જેની જગ્યાએ 1૦ રૂપિયા માર્કેટ ફી લેવામાં આવે છે. ઉદાહરણ તરીકે એક આઈસર માં 250 થી 300 દાગીના શાકભાજી આવી. તો તેના 8૦ પૈસા ની જગ્યાએ 10 રૂપિયા લેવામા આવે તો કેટલી મોટી ચોરી ચાલતી હોય તેવું સ્પષ્ટપણ જોવાઈ રહ્યું છે.
શું એપીએમસી માર્કેટની કમિટી આ વાત થી અજાણ છે ?
કે પછી તેરી ભી ચૂપ અને મેરી ચૂપ નું પિક્ચર ચાલી રહ્યું છે?
પાર્ટ 2
સૂત્રો જણાવે છે કે જેવી રીતે અમદાવાદ એપીએમસી માર્કેટમાં અદ્રક (આદુ) ના એલપી ટ્રક આવે છે. એમાં પણ એક અનેક પ્રકારની આશ્ચર્યજનક ચોરી ચાલી રહી છે. તે ટ્રક પર આદુના આખા માલ પર પાણી છાંટી દેવામાં આવે છે. જેના કારણે ટાટના થેલામાં ભરેલી આદુનું વજન વધી જાય છે. અંદાજિત 2 kg જેટલું વજન પાણી છાંટવાના કારણે વધી જાય છે. ત્યારબાદ જ્યારે તેની ખરીદી કરી લેવામાં આવે છે અને જ્યારે ગરાક કે શાકભાજી વેચનારને એ પલળલી બોરીઓ જ ગ્રાહક ને આપવામાં આવે છે. ત્યારબાદ જ્યારે તે પોતાની દુકાન કે પોતાના લારી ઉપર લઈ માલ લઈને પહોંચે ત્યારે તેનું વજન ઓછું થઈ ગયું હોય છે.2 થી 3 કિલોનું નુકસાન સામાન્ય વેપારીને જાય છે અને વેપારીનું મારણ થાય છે.
પાર્ટ ૩
સૂત્રો જણાવે છે કે APMC માર્કેટમાં કોઈપણ ચોપડા સેટીંગ કરવું હોય કે ત્યાર પછી કોઈપણ મામલો ને સમેટ હોય ત્યારે આ સારુંખ નામનો વ્યક્તિ જે માર્કેટમાં ખૂબ જ મોટીવગ ધરાવે છે અને તેના અમુક લોકો સાથે સેટિંગ છે. તેના દ્વારા સેટિંગ કરાવવામાં આવે છે. શાહરૂખની વાત કરીએ તો જો કોઈ વેપારી સૌથી હેવી ભાવે માલ વેચતા હોય તો તેની બાજુમાં જ ગાડી ઉભી રાખીને સસ્તા ભાવે માલ વેચાવી બિઝનેસ તોડવામાં પણ માસ્ટર માઈન્ડ છે.
આ શાહરૂખનું આવું તો કેવું સેટિંગ છે કે તમામ મેટરો નીચેથી ઉપર ઓફિસ સુધી જવા દેતો નથી ?
એપીએમસી કમિટી મેમ્બર્સ કાચા અને શાહરૂખ પાકો તેવું જોવાઈ રહ્યું છે ?
સૂત્રો જણાવે છે કે જમાલપુર એપીએમસી માર્કેટમાં તમામ શાકભાજીની ગાડીઓ લાઈનમાં ઉભી રહે છે. જ્યારે શાહરૂખ ની ગાડીઓ ડાયરેક્ટ અંદર પાસ થાય છે. તે ઉપરાંત નવાઈની તો વાત એ છે કે તેની જગ્યા પર કોઈ ગાડી પણ લાઈનમાં મૂકતો નથી.
આ શાહરુખ અને ભ્રષ્ટતંત્રની પોલ કયારે બહાર આવશે ?