Ahmedabad: journalist Auzef,AAbeda pathan
લગ્નમાં બાંધવામાં આવે તેવો મંડપ બાંધી જુગાર રમાડાતો હતો, મનપસંદ-ઇસનપુર જિમખાના કરતાં પણ વધુ લોકો આવતા હતા તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
નરોડા હંસપુરા પાસે આવેલા એક ખેતરમાં સલમાન મંસુરીજુગારધામ ચલાવતો હોવાની બાતમીના આધારે પીસીબી એ મોડી રાતે દરોડો પાડયો હતો. પોલીસને જોઈને જુગાર રમતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. તેમ છતાં પોલીસે ત્યાંથી 15 માણસોને ઝડપી લીધા હતા. જ્યારે જુગાર રમી રહેલા 25 થી વધુ માણસો પોલીસ સાથે ઝપાઝરી કરી ભાગી ગયા હતા. પોલીસે રોકડ, મોબાઈલ અને વાહનો મળીને કુલ રૂ.6.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો..
નરોડા હંસપુરા ગામ ઈન્દીરાનગર પાસેના એક ખેતરમાંમંડપ બાંધીને સલામન રહીમ મંસુરી જુગારધામ ચલાવતો હોવાની બાતમી પીસીબી પીઆઈ એમ.સી. ચૌધરીને મળી હતી. જેના આધારે તેમણે બુધવારે રાતે 1 વાગ્યે ટીમ સાથેદરોડો પાડયો હતો. પીસીબીની ટીમ તેમજ એસઆરપીના જવાનો મળીને 20 જણાં ત્યાં રેડ પાડવા પહોંચ્યા હતા. જો કે પોલીસ ત્યાં પહોંચી ત્યારે મંડપની નીચે બેસીને 50 થી વધુ માણસો જુગાર રમી રહ્યા હતા. પરંતુ પોલીસને જોઈને નાસભાગ મચી ગઈ હતી.
જેથી પોલીસે દોડીને તેમજપીછો કરીને લોકોને પકડવાનું શરુ કર્યુ હતુ. જેમાં 15 માણસો પોલીસના હાથમાં આવી ગયા હતા. જ્યારે 25 થી વધુ માણસો પોલીસ સાથે ઝપાઝપી કરીને ખેતરમાંથી ભાગી ગયા હતા. પોલીસનું કહેવુ છે કે, સલમાન મંસુરીના આ જુગારધામમાં મનપસંદ જિમખાના અને ઈસનપુર જિમખાના કરતાં પણ વધારે માણસો રોજે રોજ જુગાર રમવા આવતા હતા. પરંતુ આ જુગારધામ નરોડા પોલીસની રહેમ નજરથી ધમ ધમતુ હોવાથી નરોડા પોલીસ, એસીપી કે ડીસીપી દ્વારા આ જુગારધામ ઉપર કયારેય દરોડા પાડવામાં આવ્યા ન હતા.
વાહનો અને મોબાઈલને આધારે ભાગી ગયેલા આરોપીઓને ઝડપી લેવાની કવાયત હાથ ધરાઈપોલીસને સ્થળ પરથી રોકડા રૂ.1.07 લાખ, 17 મોબાઈલ ફોન અને 7 વાહન મળીને કુલ રૂ.6.28 લાખનો મુદ્દામાલ પકડાયો હતો. જ્યારે અમુક મોબાઈલ ફોન અને વાહનના માલિક સ્થળ પરથી મળ્યા ન હતા. જેથી તેઓ જુગાર રમવા આવ્યા હતા અને પોલીસને જોઈને ભાગી ગયા હોવાથી તેમને પકડવા પોલીસે તજવીજ શરુ કરી છે.