અમદાવાદના મેમનગરમાં સાસરિયાઓ ના શારિરીક-માનસિક ત્રાસથી મહિલાએ ઝેર ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાતમાં મહિલા સશક્તિકરણ મહિલાઓ ની સુરક્ષા અને વિકાસ અને બેટી બચાવો અને નારી તું ના હારીની વાતો પોકળ – એક બાળકની માતાને સાસરિયા પક્ષના અત્યાચારો સહન ન થતાં અને ન્યાય ન મળતા મોતના રસ્તે જવા મજબૂર બની એક વિધવા માતા,
ઘાટલોડિયામાં રહેતા અને ફરિયાદી હિનાબેનના પિતા બળદેવભાઈએ દીકરીને ન્યાય અપાવવા માટે મુખ્યમંત્રીથી લઈને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કરી ફરિયાદ,
હિનાબેનના પતિનું અવસાન થતાં તેમના પતિની વારસાઈની જમીનના કરોડો રુપિયા આવ્યા પણ હિનાબેનને એક રૂપિયો પણ આપવાનો ઈન્કાર કરી દીધો,
સોલા સિવિલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતાં હિનાબેન ન્યાય માટે પોકાર આજે મહિલા વિકાસ, નારી સશક્તિકરણ અને બેટી બચાવો અને નારી તું ના હારીની વાતો મોટી મોટી કરવામાં આવે છે પણ જે દેશમાં નારીની પૂજાની વાત થતી હોય તે દેશમાં જ કેટલીય નારીઓ સાસરિયાપક્ષ ના લોકોથી ભયંકર યાતનાઓ સહન કરી રહી હોય છે તેનું શું…?
અમદાવાદમા મેમનગર વિસ્તારમાં રહેતા એક મહિલા પર તેના સાસરિયા પક્ષ દ્રારા છેલ્લા દસ વર્ષથી શારિરી-માનસિક ત્રાસ ગુજારવામાં કોઈ કમી બાકી નથી રાખવામાં આવી,બે વર્ષ અગાઉ જ્યારે તેમના પતિનું નિધન થયું ત્યાર બાદ તેઓ તેમના માતાના ઘરે રહેતા હતા અને તે પોતાના સાસરીયા પક્ષમાં ગઈ તો તેને માર મારવામાં આવ્યો હતો અને છેવટે રખાતા છેવટે આ મહિલાને ઝેર પીવાનો વારો આવ્યો છે,જો કે સદનસીબે આ મહિલા નો જીવ બચી ગયો છે,
આ મુદ્દે તેમણે મહિલા અને તેમના પરિજનો એ મુખ્યમંત્રીથી લઈને સ્થાનિક વિસ્તારના પી.આઇ સુધી દરેકને અરજી સાથે વિગતવાર માહિતી આપી હતી…પરંતુ આ વિષય પર હાલ સુધીમાં કોઈ પણ પ્રકારના નક્કર કાયદાકીય પગલા ભરવામાં આવ્યા નથી, મહિલા અને તેના પરિજનો ની માંગ છે કે જલ્દીથી જલ્દી આ બાબતે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને તેમને અને તેમના બાળક ને ન્યાય આપવામાં આવે,
આજના મૂડીવાદી પ્રવાહમાં જોર,જમીન અને ઝવેરાત માટે લોકો કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે અને એટલે સુધી કે લોહિના સંબંધોનું કાશળ કાઢી નાખતાં પણ વિચાર કરતાં નથી,પૈસા માટે સામ,દામ,દંડ અને ભેદની નિતી અપનાવી ગમે તે હદે જઈ શકે છે અને અનુબેન બળદેવભાઈ ઠાકોર (રહે.શેરસિયા વાસ, ઘાટલોડિયા, અમદાવાદ) ના દિકરી હીનાબેન ચિરાગભાઈ સાથે આવું જ કંઈક બન્યુ છે,જેમાં સાસરિયાપક્ષ ના શારિરીક,માનસિક ત્રાસથી ઝેરી દવા ગટગટાવવાનો વારો આવ્યો છે અને હાલમાં તેઓ અમદાવાદ ની સિવિલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે,
પ્રાપ્ત માહિતી મુજબ બળદેવભાઈના દિકરી હિનાબેન તેમના પતિ ચિરાગભાઈ કનુભાઈ ઠાકોર (રહે.શ્યામનગર, વિશ્રામનગર ની બાજુમાં, મેમનગર,અમદાવાદ) ખાતે તેમના સાસરિમાં રહેતા હતા અને ત્યારબાદ સાસરિયાપક્ષ ના ત્રાસના કારણે તેઓ ચિરાગભાઈના ફાર્મ હાઉસ (મુ.વાસણા, કેલીયા,તા.ધોળકા, જિ.અમદાવાદ) ખાતે ચિરાગભાઈ સાથે ૧૧ વર્ષથી લિવ ઈન રિલેશનશિપમા રહેતા હતા અને તેમણે ૮ વર્ષનો એક દિકરો પણ છે, આ દરમિયાન તેમના સસરા કનુજી મફતજી ઠાકોરની જમીન વેચવામાં આવી જેની કિંમત ૧૧૫ કરોડ રૂપિયાની હતી જેમાં વારસાઈના ભાગરૂપે ચિરાગભાઈને રૂપિયા ૧૧ કરોડ ૫૦ લાખ ભાગમાં આવે પરંતુ સાસરીપક્ષ ના લોકોને એક રૂપિયા પણ આપવા રાજી નહોતા અને તેથી હિનાબેન અને ચિરાગભાઈ સાથે વારંવાર ઝઘડાકરીને તેમને ઘરમાંથી કાઢી મૂકતા હતા અને તેથી તેઓના ત્રાસથી એક દિવસે ચિરાગભાઈ મોતના મુખમાં ધકેલાઈ ગયા અને તે હિનાબેનના સાસરી પક્ષના કુલ ૧૫ જણા જવાબદાર છે તેવું તેમને ફરિયાદમાં જણાવ્યુછે.જો કે હાલમાં પણ તેમના સાસરીયાપક્ષ ના ત્રાસ જારી જ છે જેથી હિનાબેને ત્રાસી જઈને ઝેરી દવા ગટગટાવી લીધી હતી અને હાલમાં તેઓ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે ત્યારે હિનાબેન અને તેમના પિતા બળદેવાભાઈએ ન્યાય માટે મુખ્યમંત્રીથી લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓને તેમના સસરા કનુજી ઠાકોર અને બીજા ૧૫ સામે ફરિયાદ કરી છે ત્યારે નારી તું નારાયણી કહેવાતી હોય તે દેશમાં હિનાબેનને ન્યાય મળે છે કે નહિં તે જોવાનું રહ્યુ.