• Sat. Jul 27th, 2024

Ahmedabad:મુદ્દસર,બાબુ મુજાહિદ તથા મુશ્કીન હત્યા કરવા ઇરાદે નીકળેલો શિવાની બે પિસ્ટલ,1૦ કાર્ટિસ સાથે ધરપકડ.

Bythepoweroftruth

May 6, 2024

અમદાવાદ શિવા મહાલિંગમ ગેંગ જે સુરેન્દ્રનગર ખાતે ૧૦૭ કિલો ચાંદીની ધાડના ગુનામાં વોન્ટેડ હતી તેનો આરોપી ઝડપાયો છે. કુખ્યાત શિવા મહાલિંગમ અને તેનો સાગરીત, અમદાવાદ કાફેના માલિકની હત્યા કરે તે પહેલા સુરત ક્રાઈમ બ્રાંચે તેમને 2 પિસ્ટલ તથા 10 કાર્ટિઝ સાથે ઝડપી પાડ્યા છે. માનદરવાજાથી શાસ્ત્રીનગર તરફ જતા રોડ ઉપર નેશનલ ગેરેજની સામે એક વ્યક્તિ પિસ્ટલ લઈને ઊભો હોવાની બાતમી મળી હતી. જેના આધારે આરોપી શોએબ ઉર્ફે શાહરૂખ અસ્લમભાઇ શેખને પકડી પાડ્યો હતો. આ હથિયારો મંગાવનાર અને પુરા પાડનાર આરોપી મહાલિંગમ ઉર્ફે શિવા ઉર્ફે આફતાબ મુર્ગયન પિલ્લઈ તથા ફીરોઝ ઉર્ફે લંગડો સિરાજુદ્દીન શેખને પણ પકડી પાડયા છે.

હથિયારો લાવ્યાની કબૂલાત

શિવા મહાલિંગમની પૂછપરછ કરતાં તેમની અમદાવાદ ખાતે સીજી રોડ પર રતલામ કાફેના માલિક મુદ્દસર ખાન તેમજ બાબુ મુજાહિદ તથા મુશ્કીન સાથે ધંધાકીય હરીફાઈને લઈને મનદુ:ખ ચાલે છે. જેથી તેમની હત્યા કરવાના ઇરાદે શાહરૂખ પાસેથી હથિયારો મેળવ્યા હતા. અમદાવાદ પોલીસ તેમને શોધતી હોવાથી તેમણે સુરતમાં આવીને ધામો નાંખ્યો હતો. સુરતમાં આવીને હથિયાર મેળવ્યા હતા અને કાફેના ત્રણેય માલિકો પૈકી જે મળી આવે તેને મારવા માટે હથિયારો લાવ્યાની કબૂલાત કરી હતી. હત્યાના ગુનાને અંજામ આપે તે પહેલા હથિયાર સાથે ક્રાઈમ બ્રાંચે પકડી પાડ્યા હતા. મહાલિંગમ ઉર્ફે શિવા ઉર્ફે આફતાબ અમદાવાદમાં છ માસ પહેલાં હથિયાર સાથે પકડાયો હતો અને ફીરોજ સાથેના ગુનામાં વોન્ટેડ છે. શોએબ ઉર્ફે શાહરૂખ અસ્લમભાઇ શેખ અમદાવાદ ડી.સી.બી. ખાતેના હથિયારના ગુનામાં વોન્ટેડ છે.

જેલમાં હત્યા સહિતના અનેક ગુના

શિવા મહાલિંગમ એક કુખ્યાત આંતરરાજ્ય ગુનેગાર છે. અગાઉ 21થી વધારે હત્યા, ધાડ, લૂંટ અને હથિયારના ગુનાઓમાં પકડાયો છે. શિવા અને ફિરોજ દ્વારા વર્ષ 2012માં કરશનભાઈ પટેલ (અમદાવાદ)ના નીમા ફાર્મ ખાતે બંગલામાં ધાડના ગુનામાં, વડોદરાનાં કુખ્યાત અઝરુદીન ઉર્ફે અજ્જુ કાણીયાની જેલમાં હત્યા તેમજ 8થી વધુ આર્મ્સ એક્ટના ગુનાઓ તેમજ ૩ હત્યાના ગુનાઓમાં પકડાઈ ચુક્યો છે.

બંને આરોપીઓ સામે 29થી વધારે ગુના

પકડાયેલો આરોપી મહાલિંગમ ઉર્ફે શિવા ઉર્ફે આફતાબની સામે અમદાવાદમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 17 ગુના દાખલ છે. જ્યારે વડોદરામાં બે અને ગાંધીગ્રામમાં એક ગુનો દાખલ છે. આ સિવાય ફીરોઝ લંગડા સામે અમદાવાદમાં 6 ગુના દાખલ છે. આ સિવાય મુંબઈ વસઈ પોલીસ સ્ટેશનમાં એક અને સુરતના ઉધના પોલીસમાં એક ગુનો દાખલ છે.

પકડાયેલા આરોપીઓ

(૧) મહાલિંગમ ઉર્ફે શિવા ઉર્ફે આફતાબ મુગયન પિલ્લઈ
(૨) ફીરોઝ ઉર્ફે લંગડો સિરાજુદ્દીન શેખ
(૩) શોએબ ઉર્ફે શાહરૂખ અસ્લમભાઇ શેખ

By thepoweroftruth

7984282314,9714121282 The power of truth is a owner only auzef tirmizi,aabeda pathan has been established 2023.The Power of Truth is owned by journalists both of whom owner YouTube and website. The power of Truth is not profession it will be spread Truth and Responsibilities. Journalism in India is under threat day by day. This fourth estate is a platform of freelance journalists who have studied journalism with their passion in journalism. Investigative, research, brings out the works done in the dark. 7984282314,