Gujarat
એક બાજુ કૉંગ્રેસ દ્વારા india ગઠબંધન કરવામાં આવ્યું છે.ભારત જોડો ન્યાય યાત્રા નીકળવામાં આવી હતી.લોકસભા ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા ગુજરાત રાજ્ય કોંગ્રેસ માટે લોકસભા ચૂંટણી લઈને સ્ટાર પ્રચારકોની યાદી બહાર પાડવામાં આવી હતી. ગુજરાતના એકમાત્ર મુસ્લિમ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાળાની બાદબાકી કરવામાં આવી છે જેને લઇને સોશિયલ મીડિયામાં ભારે વિરોધ જોવાઈ રહ્યો છે . શું ગુજરાતના એકમાત્ર મુસ્લિમ ધારાસભ્ય સાથે ભેદભાવ કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે !કે પછી કોઈના ઉપરી આદેશથી તેમનું નામ બાદબાકી કરવામાં આવ્યું છે ? કારણ શું છે તે અકબંધ છે ? પરંતુ હાલ સોશિયલ મીડિયામાં ભારે વિરોધ જોવાઈ રહ્યું છે. અગાઉ મહારાષ્ટ્ર કોંગ્રેસમાં આવી જ રીતે ભેદભાવનીતિ નો એક વિડ્યો મુંબઈ શહેર ધારાસભ્ય ઝીશાન બાબા સિદ્દીકી નો પણ આવ્યો હતો.કોંગ્રેસમાં સારી વઘ ધરાવતા પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીએ કૉંગ્રેસને અલવિદા કર્યું હતું.