journalist Auzef Aabeda pathan ને બે વિદ્યાર્થીઓ દ્વારા સંપર્ક કરતા આખું કૌભાંડ બહાર આવ્યું હોવાનું લાગી રહ્યું હતું.ત્યારબાદ વધુ બે વિદ્યાર્થીઓ આપવીતી બતાવી છે.તમામ The power of Truth ના સંપર્કમાં છે.ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત આવેલી અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં નામચીન કોલેજ લોકમાન્ય તિલક કોલેજમાં BCA એડમિશન ના નામે મોટું કૌભાંડ થયા હોવાનું વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે અમને કોલેજના અંદર ઓફલાઈન એડમિશન ના નામે ફી લઈ લેવામાં આવી અને તેની પર પહોંચ આપવામાં આવી છે તે ઉપરાંત બોનોફાઈટ સર્ટિફિકેટ પણ બનાવીને આપવામાં આવ્યા છે. સવાલ ત્યાં ઊભા થઈ રહ્યા થઈ રહ્યા છે કે ગુજરાત યુનિવર્સિટીમાં એનરોલમેનટ નંબર ભર્યાં વિના ડાયરેક્ટ એડમિશન ના નામે ફી કેવી રીતે લેવામાં આવી?જો ફી કોલેજના કેમ્પસની ઓફિસમાં લેવામા આવી છે તો કોલેજ મેનેજમેન્ટ કેવી રીતે છટકબાજી કરી શકે ?