Ahmedabad : અમદાવાદમાં દાણીલીમડા વિસ્તારમાં આવેલ ચંડોળા તળાવ નું બજેટ પણ બહાર પાડી દેવામાં આવ્યું છે અને ચંડોળા તળાવને રીડેવલોપમેન્ટ પ્રોજેક્ટ સાથે ચંડોળા લેક ફ્રન્ટ બે ભાગમાં વિભાજન કરીને બનાવવાનું પણ પરિપત્ર બહાર પાડી દેવામાં આવ્યું છે. હાલ ચંડોળા તળાવના ગુજરાત રાજ્ય સરકારશ્રી તરફથી અને વિપક્ષ નેતા તે ઉપરાંત દાણીલીમડાના કાઉન્સિલર શેહજાદખાન પઠાણની ઘણી લાંબી મહેનત અને લડત બાદ કામ ચાલુ થઈ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે . આજરોજ વિપક્ષ નેતા દાણીલીમડા કાઉન્સિલર ખાન, રમીલા બહેન,સલીમ ભાઈ વોર્ડ પ્રમુખ ઇમરાન મકરાણી અને તેમની ટીમ સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું.