Manoj vaghela બંધારણીય અધિકારોની હિફાજત માટે ઐતિહાસિક, અભૂતપૂર્વ કામગીરી બજાવનાર એકમાત્ર સંસ્થા કાઉન્સિલ ફોર સોશીયલ જસ્ટિસે ગુજરાત હાઇકોર્ટમાં કરેલી જાહેર હિતની સોથી વિશેષ અરજીઓમાંથી કેટલીક અત્રે યુવા પેઢીની જાણ સારું મૂકી છે. બંધારણ નારાબાજી કરવાથી કે રેલીઓ કાઢવાથી કે અખબારી નિવેદનો આપવાથી બચતું નથી. બંધારણની જોગવાઈઓના અમલ માટે અદાલતોના દરવાજા વારંવાર ખખડાવવા પડે છે. બહુજનોના દિગ્ગજ નેતા વાલજીભાઈ પટેલે વર્ષો સુધી સતત એકનિષ્ઠાથી આ કામ કર્યું છે. *વર્ષ-1999**એકતાનગરની વહારે અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલા એકતાનગરને ધ્વંસ્ત કરવાનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લીધો. આ એકતાનગરમાં એના નામ પ્રમાણે દલિત, મુસ્લિમ, ખ્રિસ્તી તમામ સમુદાયોના શ્રમિકો, ગરીબો સંપથી રહેતા હતા. તેમના કાયદેસરના વીજળી, પાણીના કનેક્શન્સ પણ હતા. પરંતુ જ્યારે રાજ્ય સરકારે આ એકતાનગરનો પ્લોટ કોર્પોરેશનને વેચી માર્યો ત્યારે વાહિયાત ભભકાઓ કરીને તિજોરી ખાલી કરતી ભાજપની કોર્પોરેશનનો ડોળો એકતાનગરની જમીન પર પડ્યો. ત્યારે કાઉન્સિલ ફોર સોશીયલ જસ્ટિસે કોર્પોરેશન સામે હાઇકોર્ટમાં જઇને મનાઈહૂકમ મેળવ્યો.*12 સપ્ટેમ્બર 1990ઓબીસી બેઠકો જનરલથી ભરવાના પરિપત્ર સામે સ્ટેગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ઓબીસી ઉમેદવારોની ભરતીના નિયમોમાં છૂટછાટ મુકવાનો પરિપત્ર બહાર પાડતાં કાઉન્સિલ ફોર સોશીયલ જસ્ટિસે ગુજરાત હાઇકોર્ટમાં રિટ પીટિશન દાખલ કરીને સરકારના પરિપત્રને પડકાર્યો હતો અને જણાવ્યું કે ઓબીસી ઉમેદવારો ઉપલબ્ધ હોવા છતાં સરકાર તેમની નિમણૂંક કરતી નથી, કેમ કે સરકારને અનામતની નીતિનો અમલ કરવામાં લગીરે રસ નથી. પરિણામે, અદાલતે સરકારના પરિપત્ર પર સ્ટે મૂક્યો હતો. 4 ઓગસ્ટ, 1992 ગુજરાત યુનિવર્સિટીને ઝુકાવીકાઉન્સિલ ફોર સોશીયલ જસ્ટિસે ગુજરાત હાઇકોર્ટમાં રિટ પીટિશન કરીને અનામત કેટેગરીની 81 બેઠકો ભરવા માટે લેખિત કમિટમેન્ટ આપવાની ગુજરાત યુનિવર્સિટીને ફરજ પાડી હતી. 15 ઓક્ટોબર, 1993નરસિંહ ભગત છાત્રાલયએસસી, એસટી, ઓબીસી વિદ્યાર્થીઓ માટેના નરસિંહ ભગત છાત્રાલયના વહીવટદારોની અક્ષમ્ય બેદરકારી સામે કાઉન્સિલ ફોર સોશીયલ જસ્ટિસ ગુજરાત હાઇકોર્ટમાં ગઈ હતી. છાત્રાલયમાં 67 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ લેટ્રિન-કમ-બાથરુમ હતું. પૂરતાં પ્રમાણમાં બેડ ઉપલબ્ધ ના હોવાથી ઘણા વિદ્યાર્થીઓને જમીન પર સુવું પડતું હતું. પાણીની પણ તંગી રહેતી. ત્રણ મહિનાથી વિદ્યાર્થીઓને ભોજન પણ આપવામાં આવતું નહોતું. વિદ્યાર્થીઓ આમરણાંત ભૂખ હડતાળ પર ઉતર્યા હતા. છેવટે, કાઉન્સિલ ફોર સોશીયલ જસ્ટિસે હાઇકોર્ટમાં ધા નાંખતાં સમાજ કલ્યાણ ખાતાને લેખિત બાંહેધરી પૂરી પાડવાની ફરજ પડી હતી અને વિદ્યાર્થીઓને તમામ પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. 1998. અનાથ દલિત બાળકોની વહારે અમદાવાદના વાડજ વિસ્તારમાં રામાપીરના ટેકરા પર રબારી વાસમાં રહેતા જિતેન્દ્ર ડાભી અને તેમના પત્ની મંજુલા બાંધકામ મજુર હતાં. તા. 31-3-98ના રોજ મંજુલાબેનનું સાઇટ પર સીમેન્ટની થેલીઓ નીચે કચડાઈ જવાથી કરુણ મૃત્યુ થયું. પત્નીના મૃત્યુના આઘાતમાં બે મહિના પછી જિતેન્દ્ર્ પણ મૃત્યુ પામ્યા. તેમના બાળકો ભાવના (13 વર્ષ) અને અજય (10 વર્ષ) અનાથ થયા. રામાપીરના ટેકરા પર રહેતા કેટલાક ગુંડાઓએ આ બાળકોને તેમના ઘરેથી કાઢી મૂક્યા. કાઉન્સિલ ફોર સોશીયલ જસ્ટિસે નારણપુરા પોલિસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ કરી, ફરિયાદ ના નોંધાતા હાઇકોર્ટમાં ગયા. હાઇકોર્ટે ગુજરાતના હોમ સેક્રેટરી, અમદાવાદના પોલિસ કમિશનર અને નારણપુરાના પીઆઈને નોટિસ પાઠવીને ખખડાવ્યા. બાળકોને ખાસ પોલિસ રક્ષણ આપવામાં આવ્યું અને ગુંડાઓ જેર થયા. આ ઘટના અંગે તો એક લેખ જ અલગ થાય એમ છે. 28 ઓક્ટોબર, 1998સામાન્યથી એસટી અનામત બેઠકો ભરવા પર સ્ટેવલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીએ માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (એમબીએ) કોર્સમાં આદિવાસીઓ માટેની છ બેઠકો સામાન્ય ઉમેદવારોથી ભરવાની તૈયારી કરી ત્યારે કાઉન્સિલ ફોર સોશીયલ જસ્ટિસે હાઇકોર્ટમાં પીટિશન કરી હતી અને યુનિવર્સિટીના નિર્ણય સામે સ્ટે મેળવ્યો હતો. 15 નવેમ્બર, 1998નવી શિક્ષણ નીતિ1997માં કોંગ્રેસ સમર્થિત રાજપા સરકારે ખાનગીકરણને પ્રોત્સાહન આપતી નવી શિક્ષણનીતિ લાગુ કરવાનો પ્રયાસ કર્યો હતો. કાઉન્સિલ ફોર સોશીયલ જસ્ટિસે હાઇકોર્ટમાં આ પ્રયાસ પડકાર્યો હતો અને કોર્ટે તેમા સ્ટે આપ્યો હતો. રાજપાની આ શિક્ષણનીતિનો વિરોધ કરનારી ભાજપા સત્તા પર આવી કે તુરત જ તેણે પણ એ જ શિક્ષણનીતિ દાખલ કરી. ફરીથી કાઉન્સિલે હાઇકોર્ટમાં ભાજપ સરકારને પડકારીને સ્ટે મેળવ્યો. આ મેટરમાં આજે પણ કોર્ટનો સ્ટે છે, છતાં મોદી સરકાર કોર્ટના આદેશને ઘોળીને પી ગઈ છે.1998મેરિટમાં આવતા ઓબીસીને રીઝર્વમાં લેવા સામે રિટસુરત શહેર પ્રાથમિક શિક્ષણ બોર્ડે વિદ્યા સહાયક (ઉર્દુ)ની પોસ્ટ માટે મેરિટમાં આવતા ઓબીસી કેટેગરીના ઉમેદવારોને અનામત કેટગરીની યાદીમાં નાંખીને સરકારના જ પરિપત્રનો ભંગ કર્યો હતો. કાઉન્સિલે હાઇકોર્ટમાં રિટ કરતા કોર્ટે નિયામક સામે નોટિસ કાઢી હતી. 30 મે, 1998બાબાસાહેબના ગ્રંથો માટે કાર્યવાહી1993માં કેન્દ્ર સરકારે બાબાસાહેબના લખાણો પ્રગટ કરવા માટે રુ. 20 લાખ મંજુર કર્યા પછી તત્કાલીન મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા અને ત્યારબાદ દિલીપ પરીખે બાબાસાહેબના ગ્રંથોનું વિમોચન તો કર્યું, પરંતુ પછી ખબર પડી કે બંને મુખ્યપ્રધાનોએ માત્ર થોડીક છપાયેલી નકલોનું જ વિમોચન કરીને લોકોની આંખમાં ધૂળ નાંખવાનો પ્રયાસ કર્યો હતો. કાઉન્સિલે હાઇકોર્ટમાં રિટ કરી, પરીણામે કોર્ટે સરકારને તમામ ગ્રંથો છાપવા તેમ જ વેચાણમાં મુકવા આદેશ કર્યો હતો. 18 જાન્યુઆરી, 19999અનુસૂચિત જાતિ વિકાસ નિગમે 1300 એસસી અરજદારોમાંથી 300 અરજદારોને ઓટોરિક્ષા ફાળવી. મનસ્વીપણે થયેલી આ ફાળવણીમાં રાજકીય ઉદ્દેશો હતાં. કાઉન્સિલે ફાળવણીની પદ્ધતિ સામે હાઇકોર્ટમાં રિટ કરતાં કોર્ટે નિગમને નોટિસ પાઠવી હતી. 4 ઓગસ્ટ, 2000જીપીએસી (ગપસક)ના ઇન્ટર્વ્યૂઅનામત કેટેગરીના ઉમેદવારોને અપાયેલી પાંચ વર્ષની છૂટછાટને રદ કરતા ગુજરાત સરકારના આદેશના ઓઠા હેઠળ ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી)એ લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા એસસી ઉમેદવારોના ઇન્ટર્વ્યૂ રદ કર્યા હતા. કાઉન્સિલે ગપસકના નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો અને હાઇકોર્ટે ગપસક તથા શિક્ષણ વિભાગના સચિવને નોટિસો પાઠવી.26 સપ્ટેમ્બર, 2000તબીબી કોલેજોતબીબી કોલેજોએ અનામત કેટેગરીના મેરિટમાં આવતા ઉમેદવારોને સામાન્ય બેઠકો પર પ્રવેશ આપવાનો ઇન્કાર કરીને સરકારના જ પરિપત્રનો ભંગ કર્યો ત્યારે કાઉન્સિલે હાઇકોર્ટમાં પીટિશન કરી હતી. પરીણામે કોર્ટે બી જે મેડિકલ કોલેજના ડીન તથા સરકારને નોટિસો પાઠવી હતી. સ્વાનુભવથી કહું છું કે આવા કામો કરવા સહેલા નથી. આજે બહુજન કર્મશીલોમાં પોપરગંડા કરવાની હોડ મચી છે. ખુરશીમાં બેસીને, ટાંટીયા ચડાવીને, મુઠ્ઠીઓ વાળીને ભાષણો કરવાની આદત પડી રહી છે. કામ કશું કરવું નથી. માત્ર વીડીયો વાયરલ કરવા છે. આવી વીડીયોગીરીથી આપણા અધિકારો બચવાના નથી એટલું સમજી લેવાની જરુર છે.