Ahmedabad : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર એટલી હદે વધી ગયો છે કે ભ્રષ્ટાચારને દૂર કરવા કે રોકવા કોઈ પગલા લેવાતા ન હોય તેવું લાગી રહ્યું છે.
AMC નો વાર્ષિક બજેટ 10,000 કરોડથી વધારાનો છે.જેમાં 6000 કરોડ રૂપિયા એસ્ટા બ્લીસમેન્ટ ખર્ચ એટલે કે AMC માં કાર્યરત કર્મચારીઓ અધિકારીઓના પગાર અને પેન્શન પાછળ ખર્ચ થાય છે. જ્યારે 4000 કરોડથી વધારેની રકમ વિવિધ ખાતાઓમાં પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ દ્વારા માળખાકીય સુવિધાઓ માટે ખર્ચ કરવામાં આવે છે.
જમાલપુર મ્યુનિસિપલ વોર્ડમાં હાલમાં કાર્યરત ચૂંટાયેલા પ્રતિનિધિ મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓ રફીક શેખ અને મુસ્તાક ખાદીવાલા દ્વારા જાન્યુઆરી મહિનામાં સામાન્ય સભામાં જમાલપુર વોર્ડમાં મ્યુનિસિપલ કાઉન્સિલર ના વાર્ષિક બજેટમાંથી નાગરિકોને બેઠક વ્યવસ્થા માટે AMC દ્વારા નક્કી કરવામાં આવેલ નીતિ નિયમ મુજબ બાંકડાઓ આપવામાં આવે છે.
આ બાંકડાઓ જે જમાલપુરમાં ઉતારવામાં આવેલ હતા.તે ખૂબ જ તકલાદી અને ખરાબ ગુણવતાના હતા તેથી બાંકડા ઉતારતા સમયે જમીન પર મુકતા તૂટી પડ્યા હતા.
ત્યાર પછી મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રી દ્વારા બોર્ડમાં આ બાબતની રજૂઆત કરતા AMC કમિશનર શ્રી દ્વારા વિજિલન્સ તપાસ કરવાનો હુકમ કરવામાં આવેલ હતો..
વિજિલન્સ તપાસ સંદર્ભે વિજીલિયન્સની ટીમે તારીખ 1-2-24 ના રોજ જમાલપુર વોર્ડમાં મસ્ટર ઓફિસ ખાતે બાકડાઓ તોડી તેમાં રહેલ ખામીઓ ઉજાગર કરી હતી.
જેથી હવે આવનાર દિવસોમાં વિજિલિયન્સ તપાસ થયા પછી જવાબદાર કોન્ટ્રાક્ટર અને જમાલપુર વોર્ડના આસિસ્ટન્ટ એન્જિનિયર, આસિસ્ટન્ટ સીટી એન્જિનિયર તથા ડેપ્યુટીક સીટી ઇજનેર અને એડિશનલ સીટી ઇજનેર પર વિઝિલિયન્સ ખાતા દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે તપાસનો વિષય છે ?
સૂત્રોના જણાવ્યા અનુસાર વિજિલન્સ દ્વારા ખાતાકીય તપાસ કરતા જાણવા મળ્યું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા બાકડા લેવાનું કોન્ટ્રાક્ટ ૩૨ % લેસ એટલે ઓછા ભાવે મળેલ છે. એટલા ઓછા ભાવે મળેલ કોન્ટ્રાક્ટ એ પણ તપાસનો વિષય છે ?