Journalist Auzef, Aabeda pathan
ઉમ્મત માનવતા વેલ્ફેર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ” તરફથી આ કેમ્પની સફળતા માટે સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતું.
શહેરના મિરઝાપુર અલ-રિહાબ રેસીડેન્સી ખાતે “ઉમ્મત માનવતા વેલ્ફેર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ” આયોજિત તેમજ પ્રથમા બ્લડ બેંકના સહયોગથી શનીવારના રોજ રાત્રિ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૭૩ યુનિટ બ્લડ ડોનેશન એકત્ર કરવામાં આવ્યું હતું.
આ બ્લડ ડોનેશન કેમ્પમાં સ્થાનિક ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, પુર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ ખાસ હાજર રહ્યા હતા, મ્યુનિસિપલ કાઉન્સિલર શેખ સમીરા મો. યુસુફ માર્ટીન અને સમીરા માર્ટીનના ભાણીયા ખુબેબ ખાને બ્લડ ડોનેટ કરી પ્રજાને સંદેશ આપ્યો હતો.
મિરઝાપુર વિસ્તારના મુસ્લિમ અગ્રણીયો મુનીર બાપુ, નફિસ ખાન, રાજુભાઈ ફોરમેન, અનવર ખાન તેમજ અકબર ભાઈ જેવા સ્થાનિક સેવાભાવી લોકોના અથાગ પ્રયત્નોને લીધે કેમ્પ સફળ બન્યો હતો. આ સાથે ટ્રસ્ટના મેમ્બર્સ સમગ્ર કેમ્પ દરમ્યાન ખડેપગે સેવામાં રહ્યા હતા. આ સેવા કાર્ય બદલ “ઉમ્મત માનવતા વેલ્ફેર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ“ના તમામ મેમ્બર્સ તરફથી આ કેમ્પની સફળતા માટે સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતું. ભવિષ્યમાં પણ આજ રીતે સૌ સાથે મળી લોકહિતના કાર્યો કરતા રહીશું તેવી આશા સાથે અભિનંદન પાઠવ્યા હતા.