લબ્બૈક યુથ ફોર્સ,આતંકવાદ & ભ્રષ્ટચાર વિરોધી સંગઠન દ્વારા કલેકટરશ્રી,અમદાવાદ જીલ્લા ને આવેદન પત્ર આપવામાં આવ્યું મુસ્લિમ સમાજનાં ધાર્મિક સુન્ની સુફી ગુરૂ મુફ્તી સલમાન અઝહરી સામે “પાસા” હેઠળ થયેલ કાર્યવાહી માંથી તાત્કાલિક અસર થી જેલ મુક્ત કરવા બાબત.લબ્બૈક યુથ ફોર્સ,આતંકવાદ & ભ્રષ્ટચાર વિરોધી સંગઠન ના રાષ્ટ્રીય સચિવ વકારે મિલ્લત,અંસારી રફીક નૂરી એ કીધું કે જે “પાસા” ની કાર્યવાહી અસામાજીક/માથાભારે/બુટલેગર/ગેંગ સામે કરવાની હોય એવી કાર્યવાહી મુસ્લિમ સમાજનાં ઈસ્લામ ધર્મનાં પ્રચાર પ્રસાર કરતા ધાર્મિક સુન્ની સુફી ગુરૂ મુફ્તી સલમાન અઝહરી સામે કરવામાં આવતા એ બાબતનો અમો વિરોધ છે અને આપ સમક્ષ માંગણી કરીએ છીએ કે , સુન્ની સુફી મુફ્તી સલમાન અઝહરી ને તાત્કાલીક અસર થી “પાસા” હેઠળ થયેલ કાર્યવાહી માંથી જેલ મુક્ત કરવામાં આવે એવી વિનંતી છે.આવેદન પત્ર આપવા સાથે આવેલ લબ્બૈક યુથ ફોર્સ,આતંકવાદ & ભ્રષ્ટચાર વિરોધી સંગઠન ના રાષ્ટ્રીય સચિવ વકારે મિલ્લત,અંસારી રફીક નૂરી,લબ્બૈક યુથ ફોર્સ ના ગૂજરાત પ્રદેશ પ્રમુખ નવેદ મન્સુરી, ગોમતીપુર ના બેટા ભાઈ અમીર પઠાણ, મોલાના સલમાન અશરફી, મોલાના ગુલામ જીલાની, અલ્તાફ ભાઈ, ફૈઝાન ભાઈ, અમજદ શૈખ, ઔર સભી મેમ્બર હાજર રહ્યા હતા.