ગુજરાતમાં બોગસ દસ્તાવેજો બનાવીને કૌભાંડ આચરવાના બનાવો વધી રહ્યા છે. અમદાવાદ અને રાજકોટમાં આવા બને બનાવ સામે આવ્યા છે. અમદાવાદ સાયબર ક્રાઈમે એઝાઝખાન પઠાણ નામના શખ્સને પકડ્યો છે.
એક ન્યુઝ પોર્ટલના અહેવાલ મુજબ અમદાવાદમાં AMC(અમદાવાદ મ્યનિસિપલ કોર્પોરેશન)ના બનાવટી ડિજિટલ બર્થ સર્ટિફિકેટ કૌભાંડનો પર્દાફાશ થયો છે. ધોરણ 10 પાસ આરોપી યુટ્યુબ ચેનલથી નકલી ડોક્યુમનેટ બનાવવાનું શીખ્યો હતો. જેણે 100થી વધુ ડોક્યુમનેટ બનાવીને કૌભાંડ આચર્યું હતું. આરોપીએ નકલી ડોક્યુમનેટ બનાવવાનું શીખીને અનેક લોકોને લોન અપાવી છે. ફતેહવાડીમાં કોમ્પ્યુટરની ઓફિસ બનાવીને આરોપીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રજીસ્ટ્રારના નામનો સિક્કો, કોર્પોરેશનનો સિમ્બોલ તથા રજીસ્ટ્રારની સહીવાળા ખોટા દસ્તાવેજ બનાવ્યા હતા. જેમાં તે નકલી જન્મના દાખલા, વોટર આઇડી, લાઈટ બિલ અને આધારકાર્ડ જેવા બનાવટી દસ્તાવેજ ઓનલાઇન બનાવતો હતો.
ગ્રાહકોને તે રૂ. 700થી 800માં નકલી ડોક્યુમન્ટ વેચતો હતો. તેણે 100થી વધુ નકલી ડોક્યુમનેટ બનાવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે. અમદાવાદ સાયબર ક્રાઇમે AMC ડિજિટલ સર્ટિફિકેટ અને નકલી ડોક્યુમનેટ કેસમાં એઝાઝખાન પઠાણની ધરપકડ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. તેની પાસેથી કોમ્પ્યુટર, પ્રિન્ટર અને લેપટોપ જપ્ત કરીને ઓનલાઈન બનાવટી ડોક્યુમનેટ બનાવીને કોને કોને આપ્યા છે, તે અંગેની તપાસ શરૂ કરાઈ છે.