Ahmedabad:અડાલજ પોલીસ મથકના પીઆઈ સાજનકુમાર આર મુછાળની ટીમ પોતાની હદ વિસ્તારમાં થતી દારૂની હેરાફેરી અટકાવવા માટે કામે લાગી જઈ પેટ્રોલીંગ કરી હતી. આ દરમ્યાન બાતમી મળી હતી કે, સ્કોર્પીયો ગાડીમાં વિદેશીદારૂની પેટીઓ ભરી છત્રાલથી અડાલજ થઈ અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો છે. જે બાતમી અનુસંધાને પોલીસે જમીયતપુર પાસે વોચ ગોઠવી દીધી હતી અને બાતમી મુજબની ગાડીને કલોલથી જમીયતપુરા તરફ આવતાં જોઈ ઈશારો કરીને રોકી દેવાઈ હતી. જેનાં ચાલકની પૂછતાંછ કરતાં તેણે પોતાનું નામ મહમંદ યાસીન અબ્દુલકરીમ ફાજલભાઈ શેખ(રહે.મ.નં. 2747/2, શાલ સ્કુલની બાજુમાં પેરેડાઈઝ કોમ્પલેક્ષ, શાહપુર) હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે ગાડીની તલાશી લેતાં અંદરથી 1 લાખ 25 હજારની કિંમતનો વિદેશી દારૃ – બિયરનો જથ્થો મળી આવ્યો હતો.આ અંગે મહમંદયાસીને વધુમાં કબૂલાત કરેલી કે, દારૂની પેટીઓ અમદાવાદના મિર્ઝાપુર કુરેશ ચોકમાં રહેતાં બુટલેગર વાસીલ કુરેશી મહેસાણા ખાતેથી ગાડી ભરી આપ્યો હતો. અને સાબરમતી પહોંચી ફોન કર્યા પછી તે આગળનું લોકેશન કહેવાનો હતો. જેનાં પગલે પોલીસે દારૃનો જથ્થો, સ્કોર્પીયો ગાડી મળીને કુલ રૂ. 4 લાખ 25 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.