Ahmedabad:22/12/23 ના રોજ અમદાવાદ જમાલપુર કાચની મસ્જિદ કોટની રાગ ખાતેથી GJ૦1WH3૦68 નંબરની ઓવર સ્પીડમાં આવતી ગાડી છ વર્ષના આસિમ શેખને ટક્કર મારી પાડી દીધેલ હતો જેને ઇજાઓ થતા સારવાર અર્થે સીફા હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર વાહન ચાલકો ફૂલ પીધેલી હાલતમાં હોવાનું પણ જાણવા મળ્યું છે. ઈ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં IPC 279,337 મોટર વ્હીકલ એક્ટ :177,184,185 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.