Ahmedabad: અમદાવાદમાં દાણીલીમડા નૂર નગર ફેશલ નગર વિસ્તારમાં આવેલી સોજન તલાવડી અને તેના આસપાસના વિસ્તારમાં સરકારી પ્લોટ પર ગેરકાયદેસર રીતે પાર્ટી પ્લોટ બનાવવામાં આવી રહી છે તે ઉપરાંત પ્લોટીંગ કરીને ગરીબ પ્રજાને તે જગ્યા વેચાણ કરવામાં આવી છે. હાલ પરિસ્થિતિ એવી હતી કે તે જગ્યા પર ડિમોલિશન ના ઓર્ડર પણ આવ્યા છે. તે ઉપરાંત સરકાર રસ્તા ઉપર પણ પ્લોટીંગ કરવામાં આવી રહ્યું છે.
ઇમરાન કાદરી અને તેના સાગરીતો દ્વારા આ કામ કરવામાં આવી રહી હોવાનું સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે. અમદાવાદ પોલીસ કમિશનર, દાણીલીમડા પોલીસ સ્ટેશન, દક્ષિણ ઝોન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગ અમે અમદાવાદ કલેક્ટર શું કાર્યવાહી કરશે?
જ્યારે ગરીબ લોકોને છેતરી આ જગ્યા વેચી નાખવામાં આવી છે. જ્યારે આ જગ્યા પર કાર્યવાહી થશે તો પ્રજા ક્યાં જશે?