Ahmedabad:ફતેહવાડીમાં જમીનના હિસ્સા બાબતે અગાઉ પણ ઝઘડો થયો હતો. આમાં જે લલ્લા ની વાત કરવામાં આવી છે તે તે જ છે જે દરરોજ ચંડોળા તળાવમાં માટી પુરાણ કરીને સરકારી જમીન પર પ્લોટીંગ કરતા જઈ રહ્યો છે.
સરખેજમાં ચાર શખ્સોએ ફતેહવાડીમાં જમીનના હિસ્સા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં બિલ્ડર પર લાકડીઓ અને તલવારથી જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં ઈજાગસ્ત બિલ્ડરને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
વેજલપુરમાં રહેતા ૪૬ વર્ષીય મહેમુદખાન પઠાણ કન્ટ્રક્શનનું કામ કરે છે. ચાર વર્ષ અગાઉ અનીશા રો-હાઉસની જમીન કે જે યાશીન ઉર્ફે તાવડો શેખની હતી તેની દેખરેખનું કામ મહેમુદખાનને સોંપ્યું હતું, જેના બદલામાં જમીનનો થોડો હિસ્સો આપવાની વાત કરી હતી. જોકે બાદમાં યાશીને જમીનનો હિસ્સો આપ્યો ન હોવાથી મહેમુદખાન અને યાશીન વચ્ચે ઝઘડો થયો હતો. જે બાબતે પોલીસ ફરિયાદ પણ થઈ હતી. જેની અદાવત રાખીને મંગળવારે મહેમુદખાન ઓફિસેથી જમવા માટે ગયા હતા ત્યારે મહેમુદ ઉર્ફે લલ્લા, તેનો પુત્ર ફતેમહમંદ પઠાણ, જમાઈ સાજિદખાન તથા એક અજાણ્યો શખ્સે મેહમુદખાનને રોક્યા હતા અને અગાઉની અદાવત રાખીને ઝઘડો કરીને લાકડીઓ અને તલાવરના થા મારીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ દરમ્યાન મહેમુદખાનના પુત્રો બચાવવા આવ્યા ત્યારે આ ચારેયે તેમને પણ માર માર્યો હતો. બાદમાં આ ચારેય ધાકધમકી આપીને ફરાર થઈ ગયા હતા. આ અંગે સરખેજ પોલીસે મહેમુદ ઉર્ફે લલ્લા, તેમહમંદ પઠાણ, સાજિદ પઠાણ અને એક અજાણ્યા શખ્સસામે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.