Ahmedabad: અમદાવાદમાં દાણીલીમડા વિસ્તારનો એક બનાવ સામે આવ્યો છે. જે બનાવ સાંભળતા તમામ વાચકોના પણ રુવાટા ઉભા થઈ જશે.
અમદાવાદમાં દાણીલીમડા બેરલ માર્કેટ R.M પાન પાર્લર પાસેની એક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતો પરંપ્રાંતિય પરિવાર જે મધ્યપ્રદેશ ઝાંસીથી રોજગારી માટે આવેલા પતિ પત્ની અને આઠ મહિનાનું બાળક રહેતા હતા. પતી રોજગારી માટે રિક્ષા ચલાવવાનું કામ કરતો હતો.
ગઈ રાત્રીએ રીક્ષા ની આગળ બાળક આવી જતા તે બાળકને બચાવવા માટે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા રીક્ષા ચાલક દ્વારા ત્રણ વાહનોને ટક્કર વાગી હતી જેમાં વાહન ચાલકોને નુકસાન થયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર વાહન ચાલકો દ્વારા તે વ્યક્તિની જાહેરમાં ધુલાઇ કરવામાં આવી હતી. ત્યારબાદ તે વ્યક્તિને તેના ઘરે જઈને પણ ઝઘડો કરી પૈસા માંગવા માટે ટોર્ચર કરવામાં આવ્યું હતું. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર દાઢી ટોપી નો લૂક ધરાવતા એક વ્યક્તિએ તેના ઘરે જઈને
અપશબ્દો બોલીને પૈસા માંગ્યા હતા.તે ઉપરાંત મુંડી અલગ કરી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. ઉપરાંત બીજા પણ લોકો દ્વારા ખૂબ જ માનસિક ત્રાસ આપતા અને પૈસાની માંગણી કરતા તે વ્યક્તિએ બીજા દિવસે સવારના સમયે પોતાનું જીવન આત્મહત્યા કરીને ટૂંકાવી દીધું હતું. હાલ દાણીલીમડા પોલીસ તપાસ કરી રહી છે. તે વ્યક્તિની ડેડ બોડી લઈને તેની પત્ની પોતાના મૂળ વતન ઝાંસી જવા રવાના થયા છે. પરંતુ સવાલ ત્યાં બધાય છે કે એક ગાડીને થયેલું નુકસાનની સામે આપેલ માનસિક ત્રાસ એક વ્યક્તિની જિંદગીનો ભોગ લઈ લીધું.