સમાજના અંતિમ તબક્કાનો વ્યક્તિ પણ ભૂખ્યો ન સૂવે તે માટે સસ્તું અનાજ વર્ષોથી ઉપલબ્ધ છે. કેટલાય પરિવારો એવા છે જે રાશનકાર્ડને કદાચ કોઈ ઘરેણાંથી પણ કિમતી સમજતા હશે. નહીંવત કિંમતે લાખો-કરોડો ગરીબોને અનાજ મળે છે અને તેમનો જઠરાગ્નિ ઠારે છે. પરંતુ ગરીબોની આંતરડી ત્યારે બળે છે જયારે અનાજ માફિયાઓ સસ્તા અનાજને બારોબાર સગેવગે કરી દે છે કે અન્ય અનાજ માફિયાને પધરાવી દે છે. એક અનાજ કેટલી મહેનત પછી તૈયાર થઈને બજારમાં એ ગરીબો માટે જતું હશે, એ ગરીબ કેટલી આશા સાથે સસ્તુ અનાજ લેવા લાઈનમાં ઉભો હશે અને એવો ખુલાસો થાય કે જે અનાજ ગરીબો માટે આપવાનું હતું તે બારોબાર ચાંઉ થઈ રહ્યું છે અમદાવાદના બેહરામપુરા ,દાણીલીમડા, વટવા ,ગોમતીપુર ,જમાલપુર ,ઇસનપુર, જુહાપુરા જેવા વિસ્તારોમાં મોટા પાયા પર ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે. જેની અરજી અન્ન અન્ન નાગરિક પુરવઠા મંત્રીને અરજદાર દ્વારા કરવામાં આવી છે.The power of Truth અમદાવાદના 50થી વધુ અનાજ માફિયાઓનું સ્ટિંગ ઓપરેશન સાથે કરશે પર્દાફાશ.
ઉલ્લેખનીયછે કે એક અરજદાર દ્વારા લોકોના હિતમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીને અરજી આપવામાં આવી છે. જેમાં અનાજ માફિયા ના નામ નીચે મુજબ છે.જેમના તમે વિડીઓ પણ આ લિંક પર જોઈ શકો છો.
૧) દેરીયા ગ્રાહક સહકારી ભંડાર – વટવા (૨) દેરીયા ગ્રાહક સહકારી ભંડાર – ઈસનપુર (૩) ઈબ્રાહીમ મુસાજી મિલ્લત નગર (૪) સંજય કુમાર મોદી રાયપુર
ઉલ્લેખનીય છે કે સવાલ એ ઊભા થાય છે કે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની રહેમ નજર હેઠળ ચાલતા આ અનાજ માફિયાના ગોરખધંધા પર એક્શન લેશે કે શું ?
કે ગરીબ ગરીબ બનતું જશે અને અનાજ માફિયા અમીર બનતા જશે?