Ahmedabad :
જાહેરમા કોરડા મારવા, આરોપીઓના ઘરોની તોડફોડ, માનવ અધિકારોના ઉલ્લંઘન સહિત અનેક મુદ્દાઓ સામેલ.નામદાર ગુજરાત આજે PIL 61/2023 દાખલ કરવામાં આવી છે. મુજાહિદ નફીસ (કન્વીનર માયનોરીટી કોઓર્ડીનેશન કમીટી અને લોક અધિકાર સંઘ એ, જુનાગઢ પોલીસ દ્વારા જાહેરમાં કોરડા મારવા, ત્રાસ, ઉત્પીડન અને માનવ અધિકારોના ઉલ્લંઘન ઉપરાંત તેમના કબજા હેઠળના શંકાસ્પદ/આરોપીઓના ઘરોની તોડફોડના મુદ્દાઓ પર હાઈકોર્ટમાં પીઆઈએલ સબમીટ કરાવી છે. જેની વધુ સુનાવણી 28/06 બુધવારે કરવામાં આવશે દશેક દિવસ અગાઉ જુનાગઢના મજેડીયા દરવાજા પાસે આવેલ એક દરગાહ બિનકાયદેસર હોવાની કોર્પોરેશન દ્વારા નોટિસ જોટાડવામા આવતા લોકોમાં ઉશ્કેરાટ ફેલાયો હતો. જો કે આ દરગાહ ગુજરાત વર્ક્સ બોર્ડમાં નોંધાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે. વિરોધ કરી રહેલા લોકો અને પોલીસ વચ્ચે શરૂ થયેલું ધર્ષણ અથડાણ મા પ્લટાઈ ગયું હતું. જોકે પોલીસ સામે પથરાવ ની ઘટના ને લઈને ટીકાઓ પણ થઇ હતી.
પરંતુ આ ઘટના બાદ પોલીસની કાર્યવાહીને લઇને અનેક પ્રશ્નો ઉભા થયા હતા. જેમા ખાસ કરીને દરગાહની સામે આરોપીઓને ઉભા રાખી જાહેરમા કોરડા મારવા અને તેનો વિડિયો બનાવી વાયરલ કરતા લોકોમાં ભય ફેલાયો હતો. તેમજ આરોપીના ઘરોમાં તોડફોડ સહિતની ઘટના બની હતી.
અનેક નામી અનામી સંસ્થાઓ અને કહેવાતા સેવાભાવી નેતાઓની અસમંજસ વચ્ચે માયનોરીટી મુજાહિદ નફીસે ગુજરાત હાઇકોર્ટમાં રીટ પીટીશન કરી જૂનાગઢ પોલીસની અતિશયોક્તિ પર સવાલો કર્યા છે.
માઈનોરીટી કોઓર્ડીનેશન કમીટીના કન્વીનર મુજાહિદ નફિસે PIL દાખલ કરી છે.
આ બાબતે ગુજરાત હાઇકોર્ટે બુધવારે વધુ સુનાવણી હાથ ધરશે.