Ahmedabad : અમદાવાદમાં જમાલપુર છીપાવાડમાં આવેલ નવી મસ્જિદ પાસે હિટ એન્ડ રન નો બનાવ સામે આવ્યો છે.જેમાં નબીરાઓ નશામાં હોવાનું સામે આવ્યું છે. નશામાં ધૂત કાર ચાલકે ચાર લોકોને અડફેટમાં લીધા હતા. તેમાં એક વૃદ્ધ અહેમદભાઈ ચંદ્રુંવાલા નામના વ્યકિતને ટક્કર મારતા તેમને તાત્કાલિક એલજી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેમનું મૃત્યુ થયું છે. જ્યારે બીજા લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી. નબીરાઓ ગાડી મૂકીને ભાગી ગયા હતા જ્યારે એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે.