Ahmedabad
ગઈ કાલે 12 જૂન આંતર રાષ્ટ્રીય બાળ મજૂર નાબૂદી દિવસે…બચપન બચાઓ આંદોલન ગુજરાત દ્વારા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અમદાવાદ સાથે સંકલન કરી તેમજ IHRC, સી.આઇ.ડી. FFWC, સેન્ટર ફોર લેબર રિસર્ચ એન્ડ એક્શન તથા અન્ય સ્વયંસેવકો ને સાથે રાખી રેડ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સહજાનંદ માર્કેટ નાં પહેલા માળ થી ચોથા માળ સુધી બાળકો ને વિવિધ પ્રકારના દાગીના બનાવવાની પ્રવૃત્તિમાં કામ કરતા જોઈ 67 પશ્ચિમ બંગાળ નાં બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા હતા. જેમાં સૌથી નાનું બાળક 11 વર્ષ નું હતું. બાળકો ને અઠવાડિયે 150 રૂરૂપિયા આપવામાં આવતા હતા. આ સિવાય બાળકો ને તેમના વેતન વિશે ખબર હોતી નથી. હજુ પણ ઘણા લોકેશન બચપન બચાવો ગુજરાત ની ટીમ ના ધ્યાનમાં છે જેનું આયોજન કરી રહ્યા છીએ.
જાણો બચપન બચાઓ આંદોલન વીશે.
બચપન બચાવો આંદોલન (BBA; સેવ ચાઈલ્ડહુડ મૂવમેન્ટ) એ ભારત સ્થિત બાળકોના અધિકારોનું ચળવળ છે. તેની શરૂઆત 1980માં નોબેલ વિજેતા શ્રી કૈલાશ સત્યાર્થીએ કરી હતી. તે બંધુઆ મજૂરી, બાળ મજૂરી અને માનવ તસ્કરી સામે ઝુંબેશ ચલાવે છે અને તમામ બાળકો માટે શિક્ષણના અધિકારને પ્રોત્સાહન આપે છે. તેણે અત્યાર સુધીમાં લગભગ 100,000 બાળકોને ગુલામીમાંથી મુક્ત કર્યા છે, જેમાં બંધાયેલા મજૂરોનો સમાવેશ થાય છે, અને તેમના પુનઃ એકીકરણ, પુનર્વસન અને શિક્ષણમાં મદદ કરી છે.