• Sun. Dec 22nd, 2024

ગુજરાત પોલીસે કરેલા ૨૦૦૨ થી ૨૦૨૧ સુધીના એન્કાઉન્ટર

Bythepoweroftruth

May 20, 2023

Ahmedabad :ગુજરાત પોલીસનો ૨૦૦૦ પછીનો ઈતિહાસ જોઇએ તો ૨૦ થી પણ વધુ એન્કાઉન્ટર ગુજરાત પોલીસે કર્યા છે,

જો કે ગુજરાતમાં પણ અનેક એન્કાઉન્ટર થઇ ચુક્યાં છે. જેમાં કેટલાક ખોટા એન્કાઉન્ટર પણ થયા હોવાના આક્ષેપો લાગતા રહ્યા છે. જો કે આક્ષેપોને કિનારે કરીને ગુજરાતમાં થયેલા એન્કાઉન્ટરની વાત કરીએ તો 2002 થી અત્યાર સુધીમાં અંદાજિત 20થી વધુ એન્કાઉન્ટર ગુજરાતમાં થયા છે.

૧) સમીર ખાન (ઉસ્માનપુરા ગાર્ડન)

21-10-2002 – ઉસ્માનપુરા ગાર્ડન, અમદાવાદ –સમીરખાન પઠાણ અમદાવાદના ઇન્કમટેક્ષ નજીક આવેલા ઉસ્માનપુરા વિસ્તારના આવેલા ઉસ્માન પુરા ગાર્ડનમાં પોલીસે તેને ઢાળી દીધો હતો. સમીરખાન પઠાણ આમ તો નાનો મોટા માંથાભારે હતો અને ચેઇન સ્નેચર તરીકે અનેકવાર પોલીસના ચોપડે પણ ચડી ગયો હતો. જો કે ઉસ્માનપુરા ગાર્ડનમાં તેને લશ્કર એ તોયબા સાથે સાંઠગાંઠ હોવાના આરોપ સર પોલીસે ઢાળી દીધો હતો.આ એન્કાઉન્ટર કરનારી પોલીસ ટીમને તરૂણ બારોટ લીડ કરી રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, બારોટ સાદીક જમાલ અને ઇશર જણ એન્કાઉન્ટર કરનારી ટીમના પણ સભ્ય હતા

.

samir khan family photo

2)13-01-2003 – ગેલેક્ષી સિનેમા, અમદાવાદ – સાદીક જમાલ એન્કઉન્ટર

સાદીક જમાલ પર પણ લશ્કર એ તોયબા સાથે સાઠગાઠ ધરાવતો હોવાનો આક્ષેપ હતો. જેને અમદાવાદના નરોડામાં ગેલેક્ષી સિનેમા નજીક પોલીસ દ્વારા ઠાર મારવામાં આવ્યો હતો. તે 2002 ના તોફાનો બાદ પીએમ મોદીની (ત્યારે સીએમ) હત્યાનું કાવત્રુ રચી રહી હોવાના પુરાવા પોલીસને મળ્યા હતા. જેથી પોલીસે એન્કાઉન્ટર કર્યું હતું. જો કે તેના ભાઇના આક્ષેપો બાદ તપાસ સીબીઆઇને સોંપાઇ હતી. જો કે તેમાં પણ તે દાઉદ માટે કામ કરતો હોવાનું ખુલ્યું હતું.

3)22-06-2003 – પાંચકુવા, અમદાવાદ – ગણેશ ખુંટે,

મહેન્દ્ર જાધવ

અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા પાંચકુવા દરવાજા નજીક ગણેશ ખુંટે અને મહેન્દ્ર જાધવને પોલીસે ઠાર માર્યા હતા. આ બંન્ને પર પણ આતંકવાદી હોવાનો આરોપ હતો. આ બંન્ને 2002 ના તોફાનો બાદ મંત્રી અશોક ભટ્ટ અને દરિયાપુરના ધારાસભ્ય ભરત બારોટની હત્યાનું કાવત્રુ રચી રહ્યા હતા. જેના કારણે જ બંન્ને અમદાવાદ આવ્યા હતા. જો કે તેઓ ષડયંત્રને અંજામ આપે તે પહેલા પોલીસને આ અંગેની માહિતી મળી અને બંન્નેને ઠાર મારવામાં આવ્યા હતા.

4)

15-06-2004 – નરોડા વોટર વર્ક્સ – ઇશરત જહાં,

જાવેદ મોહમ્મદ ગુલામભાઇ શેખ, અમઝદ અલી અકબર

રાણા, જિશાન જોહર

અમદાવાદ-ગાંધીનગરને જોડતા ધોરીમાર્ગ પર કોતરપુર વોટર વર્ક્સ નજીક એરપોર્ટના વળાંક પર ઇશરત જહાં સહિત કુલ ચાર લોકોને ગુજરાત પોલીસની ક્રાઇમબ્રાંચ અને સબસીડયરી ઇન્ટેલિજન્સ બ્યુરો (SIB) દ્વારા ઠાર કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ઇશરત જણ નામની યુવતી માત્ર 19 વર્ષની હતી. આ તમામ પર લશ્કર એ તોયબા સાથે સંકળાયેલા હોવાનો અને પીએમ મોદી (ત્યારે સીએમ) ને 2002 ના તોફાનોનો બદલો + માટે તેમની હત્યાનું ષડયંત્ર રચી રહ્યા હતા. જો કે આ = એન્કાઉન્ટર ગુજરાતનું સૌથી વિવાદાસ્પદ એન્કાઉન્ટર રહ્યું હતું. જેના કારણે ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અનેક આઇપીએસ અધિકારી અને પોલીસ અધિકારીઓ પર પણ આક્ષેપો થયા હતા. જેનો ખુબ જ વિવાદ રાષ્ટ્રીય કક્ષાએ પણ થયો હતો.

5)

27-11-2004 – સંજાણ- ભિલાડ હાઇવે વલસાડ – સંજ્ય

સિંહ, શ્રીરામ ચૌધરી

નેપાળની એક ખંડણી ઉઘરાણી કરતી એક ગેંગના સભ્યો એવા સંજયસિંહ પોતાના સાથી સાથે ગુજરાતના એક પ્રતિષ્ઠિત ઉધોગપતિને ટાર્ગેટ બનાવવા માટે આવ્યા હતા. દરમિયાન પોલીસે તેમને ઝડપી લીધા હતા. જો કે કસ્ટડીમા જ આ લોકોએ ગભરામણ થતી હોવાની ફરિયાદ કરતા તેમને વલસાડ જિલ્લા હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાંથી પરત ફરતા સમયે કરી ઉલટી થ તેવું કહેતા પોલીસ વાન અટકવાઇ હતી. કોઇ કંઇ ર તે પહેલા સંજય સિંહે કમાન્ડો પાસે રહેલી બંધુક છી = લીધી હતી અને ફાયર કર્યું હતું. જો કે ગન સિંગલ ફાયર મોડ પર હતી. એક જ ફાયર થઇ શક્યું હતું. પોલીસે પોતાના બચાવમાં કરેલા ફાયરિંગમાં ઠાર થયો હતો.

6)9-10-2005 – નંદીગ્રામ, વલસાડ – હાજી ઇસ્માઇલશુભાનિયાદાઉન ઇબ્રાહીમ સાથે સંકળાયેલો અને ગુજરાત મહારાષ્ટ્રમાં સ્મગલિંગનું કામ કરતો હાજી શુભાનિયાને પોલીસે મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડરના નંદીગ્રામ નજીક ઢાળી દીધો હતો. હાજી વિરુદ્ધ રેડકોર્નર નોટિસ ઇન્ટરપોર દ્વારા ઇશ્યુ કરવામાં આવી હતી. ઉપરાંત કસ્ટમની પણ ચાર નોટિસ હતી. જો કે તે ગુજરાતમાં પ્રવેશવાનો હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. જો કે પોલીસે તેને અટકાવતા તેણે ઉતરીને પોતાના બંન્ને હાથે ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેના જવાબમાં પોલીસે 20 રાઉન્ડ ફાયર કરીને તેને ઢાળી દીધો હતો. આ એન્કાઉન્ટર ખુબ જ વિવાદાસ્પદ રહ્યું હતું.

7)22-11-2005 – નારોલ સર્કલ, અમદાવાદ – સોહરાબુદ્દીનશેખ પોલીસે અમદાવાદના નારોલ નજીક ઠાર માર્યો હતો. તેના પર હથિયારોના દાણચોરી, ઉપરાંત હત્યા અને લૂંટ અને ખંડણી જેવા કેસ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ નોંધાયેલા હતા. તે લશ્કર એ તોયબા સાથે સંકળાયેલો હોવાનો અને મહત્વના પોલિટિકલ લિડરની હત્યાનું પ્લાનિંગ કરી રહ્યો હોવાની પણ પોલીસને માહિતી મળતા તેને પકડવા માટે જ્વા દરમિયાન થયેલા ઘર્ષણમાં તે ઠાર મરાયો હતો.

8)16-03-2006 – વટવા રેલવે ટ્રેક, અમદાવાદ– ચાર અજાણ્યા

9)

6-11-2006 – ગાંધીનગર – રહીમ કાસીમ સુરમા

ગાંધીનગર પોલીસના વાંચ્છીતોમાં સૌથી વધારો ટોપ મોસ્ટ રહીમ કાસીમ સુરમાને ગાંધીનગર પોલીસ દ્વારા ઠાર કરવામાં આવ્યો હતો.

૧૦)28-12-2006 – અંબાજી-આબુ રોડ – તુલસીરામપ્રજાપતિતુલસીરામ પ્રજાપતિનું એન્કાઉન્ટર પણ એક સૌથી વિવાદાસ્પદ એન્કાઉન્ટર પૈકીનું એક રહ્યું હતું. તુલસીરામને બનાસકાંઠામાં પોલીસે ઠાર માર્યો હતો. ડી.જી વણઝારાનું બોર્ડર રેન્જ ડીજી તરીકે નિમણુંક થયાના ગણત્રીના દિવસોમાં આ એન્કાઉન્ટર થયું હતું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને બનાસકાંઠા પોલીસે શરીફ પઠાણ ગેંગના સભ્ય તુલસીરામ પ્રજાપતિને ઠાર માર્યો હતો. સોહરાબુદ્દીન એન્કાઉન્ટરનો ત્રીજો આરોપી જે ગુજરાત એટીએસ અને રાજસ્થાન એસટીએફ દ્વાસ ઉઠાવાયો હતો.

૧૧)8-11-2021 સુરેન્દ્રનગર ઘેડિયા

સુરેન્દ્રનગર એન્કાઉન્ટર અંગે લોકોના મનમાં ઘણા સવાલો ઉભા થઇ રહ્યાં છે. ત્યારે અમે તમને જણાવીશું કે કેવી રીતે થયું આ એન્કાઉન્ટર. આ આખી ઘટનામાં પોલીસને જોઇ હનિફખાન ભાગ્યો હતો અને પહેલું ફાયરિંગ કર્યું હતું. સુરેન્દ્રનગરમાં બે કુખ્યાત આરોપીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું.રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ નજીક પોલીસ એન્કાઉન્ટરમાં ગેડિયા ગેંગના વોન્ટેડ આરોપી મુન્નો જેના પર 86 ગુના નોંધાયા હતા. તેના પુત્ર મદીનનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાની માલવણ ચોકડી નજીક પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન વોન્ટેડ હનીફ ખાન ઉર્ફે કાળો મુન્નો અને તેના પુત્ર મદીને પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં હનીફ ખાન ઉર્ફે કાળો મુન્નો અને તેના પુત્ર મદીનનું મોત થયું હતું.

By thepoweroftruth

7984282314,9714121282 The power of truth is a owner only auzef tirmizi,aabeda pathan has been established 2023.The Power of Truth is owned by journalists both of whom owner YouTube and website. The power of Truth is not profession it will be spread Truth and Responsibilities. Journalism in India is under threat day by day. This fourth estate is a platform of freelance journalists who have studied journalism with their passion in journalism. Investigative, research, brings out the works done in the dark. 7984282314,