અમદાવાદ:શહેર પોલીસ કમિશનર ક્ચેરીમાં મંગળવારના દિવસે બપોરે ટી- મીટિંગ હતી જે મીટિંગ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં યોજાતી હોય છે, જેમાં શહેરના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર થતાં હોય છે.ત્યારબાદ તમામ અધિકારીઓ પોતપોતાની કચેરીઓમાં જતા હોય છે. મંગળવારે રાબેતા મુજબ તમામ અધિકારીઓ મીટિંગ પતાવીને કમિશનર ઓફ્સિની બહાર નીકળી રહ્યા હતા. તે સમયે અમદાવાદ પોલીસ કમિશનર ક્ચેરીની બહાર બપોરે એકતરફી ૨૫થી ૩૦ વર્ષીય પ્રેમી યુવાને પોતાના હાથની નસ કાપી નાખી અને એકાએક લોહી વહેવા લાગ્યું હતું .તે સમયે અમદાવાદના ઘણા ઉચ્ચઅધિકારીઓ મીટિંગ પતાવીને બહાર નીકળી રહ્યા હતા ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ડીસીપી તરીકે ફરજ બજાવતા ચૈતન્ય માંડલિક પણ ત્યાંથી નીકળ્યા હતા અને આ યુવાનને જોતા જ ડ્રાઈવરને કહી તાત્કાલિક ગાડી રોકાવી હતી .ઘાયલ યુવાનને પોતાની સરકારી ગાડીમાં બેસાડીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ત્યારબાદ ડીસીપી ક્રાઈમે ડોક્ટર સાથે વાત કરીને ઘાયલ યુવાનની તબિયત અંગેની પણ જાણકારી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ખાખી વર્દીમાં ખુમારી હોય છે. ખાખી વર્દીમાં માનવતા હોય છે.તે ઉદાહરણ સમાજમાં પૂરું પાડ્યું હતું.