Ahmedabad : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મધ્ય ઝોન એસ્ટેટ વિભાગમાં સામાજિક કાર્યકર્તા ફારુક હમદર્દ જે છેલ્લા ઘણા સમયથી અરજી કરી રહ્યા છે પરંતુ તેનો નિકાલ ન આવતા આજે મધ્ય ઝોન એસ્ટેટ વિભાગની ઓફિસમાં ગયા હતા.જ્યાં તેમની સાથે સરકારી બાબુ ની દાદાગીરી સામે આવતા હોહાપો થઈ ગયો હતો. ત્યારબાદ ત્યાં બીજા પણ આવી જ રીતે ધક્કા ખાઈ રહેલા લોકોએ પણ સાથે મળીને હલ્લાબોલ કર્યો હતો.